Site icon

શું OTT ડેબ્યૂ માટે તૈયાર છે ગોવિંદા? અભિનેતાએ આપ્યો આ જવાબ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

બોલિવૂડ એક્ટર ગોવિંદા આજે ઈન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સમાંથી એક છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. ગોવિંદાએ તેની કારકિર્દીમાં ઘણી બ્લોકબસ્ટર અને રેકોર્ડબ્રેક ફિલ્મો આપી છે. ગોવિંદા એ  80, 90 અને 2000 ના દાયકાની શરૂઆતમાં તેના વ્યક્તિત્વ, આકર્ષક ડાન્સ મૂવ્સ અને અભિનયથી લોકો ના દિલ પર આગવી છાપ છોડી છે.ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર હોવા છતાં કેટલાક રિયાલિટી શો માં  મહેમાન બનીને લાઈમલાઈટમાં રહે છે. કોરોના વાયરસની મહામારીથી, લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોતાનું મનોરંજન કર્યું છે. એટલું જ નહીં બોલિવૂડના ઘણા મોટા કલાકારોએ ઓટીટી ડેબ્યૂ કર્યું છે.તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે ગોવિંદા ફરી એકવાર OTT થી તેની સફર શરૂ કરવા જઈ રહ્યો છે.

ગોવિંદાએ હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના OTT ડેબ્યૂ વિશે વાત કરી હતી. અભિનેતાએ એક વેબસાઈટ ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું, 'પહેલાથી સમય ઘણો બદલાઈ ગયો છે, જ્યારે અમે શરૂઆત કરી ત્યારે આવું કંઈ નહોતું, જે આજે ઈન્ડસ્ટ્રીમાં જોવા મળે છે. આજના યુગમાં OTT પ્લેટફોર્મ પર સફળતા મળે છે. OTT એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમામ પ્રકારના કલાકારો છે અને તે એક અભિનેતા તરીકે પણ આ પ્લેટફોર્મ બને એક્સપ્લોર કરવા માંગે છે.’ તાજેતરમાં જોયેલી ફિલ્મ વિશે પૂછવામાં આવતા અભિનેતાએ કહ્યું, “હું પૈસા લીધા વિના કોઈને પ્રસિદ્ધિ આપવા માંગતો નથી. પરંતુ હું વારંવાર 90 અને 2000 ના દાયકાની ફિલ્મો જોવા માટે પાછો જાઉં છું.

આ સમાચાર પણ વાંચો : સંજય દત્તની ફિલ્મ 'તોરબાઝ'ના દિગ્દર્શક ગિરીશ મલિક સાથે બની દુઃખદ ઘટના; ઇન્ડસ્ટ્રીના લોકો એ જતાવ્યો શોક; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે, ગોવિંદા લોકપ્રિય રિયાલિટી શો 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 9' ના હોળી સ્પેશિયલ એપિસોડમાં કરિશ્મા કપૂર સાથે જોવા મળ્યો હતો. રાજા બાબુ અભિનેતા ગોવિંદા અને કરિશ્મા, જેમણે એકસાથે 11 ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેઓએ 90 ના દાયકા નો માહોલ ઉભો કર્યો હતો. બંને ઘણા હિટ ગીતો પર પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. ગોવિંદાએ 'યુપી વાલા થુમકા' સહિતના તેના આઇકોનિક ગીતો પર પણ પરફોર્મ કર્યું હતું. તાજેતરમાં, બંનેએ લોકપ્રિય ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ ચેઇન માટે ફરીથી હાથ મિલાવ્યા.

Jugnuma Premiere: ‘જગનુમા’ના પ્રીમિયર પર જયદીપ, અનુરાગ અને વિજયે મનોજ બાજપેયી સાથે કર્યું એવું વર્તન કે બધા હસી પડ્યા, જુઓ વિડીયો
Kurukshetra: ઓટીટી પર ધમાકો કરશે ‘કુરુક્ષેત્ર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે એનિમેટેડ સિરીઝ
Anupama: ‘અનુપમા’ના અનુજ વિશે રાજન શાહીએ કહી એવી વાત કે ગૌરવ ખન્નાના ફેન્સે મચાવ્યો હંગામો
Sanjay Dutt: અભિનેતા ની સાથે સાથે એક સફળ બિઝનેસ મેન પણ છે સંજય દત્ત, વિસ્કી બ્રાન્ડ પછી હવે આ ક્ષેત્ર માં સંજુ બાબા નો ધમાકેદાર પ્રવેશ
Exit mobile version