Site icon

Govinda Sunita Ahuja Gift: ‘સોના કિતના સોના હૈ…’ કરવા ચોથ પર ગોવિંદાએ સુનીતા આપી એવી ખાસ ગિફ્ટ કે જોઈને તમારી પણ આંખો થઇ જશે પહોળી

Govinda Sunita Ahuja Gift: છૂટાછેડા ની ચર્ચાઓ વચ્ચે સુનિતા એ ગોવિંદા માટે કરવાચોથ નું વ્રત રાખ્યું હતું.ગોવિંદાએ સુનીતા ને એક ખાસ ભેટ પણ આપી હતી જેને જોઈને ફેન્સ ની આંખો પહોળી થઇ ગઈ છે.

Govinda Surprises Wife Sunita with a Stunning Gift on Karwa Chauth

Govinda Surprises Wife Sunita with a Stunning Gift on Karwa Chauth

News Continuous Bureau | Mumbai

Govinda Sunita Ahuja Gift:  કરવા ચોથના પાવન અવસરે બોલીવૂડના સુપરસ્ટાર ગોવિંદા એ પોતાની પત્ની સુનીતા ને એક ખાસ ગિફ્ટ આપીને સૌને ચકિત કરી દીધા છે. તાજેતરમાં બંનેના છૂટાછેડા ની ચર્ચાઓ ચાલી રહી હતી, પણ હવે બંને વચ્ચે બધું ઠીક છે અને તેઓ ખુશીથી જીવન જીવી રહ્યા છે.સુનિતા એ ગોવિંદા માટે કરવાચોથ નું વ્રત રાખ્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : TRP List: ‘યે રિશ્તા…’ને પાછળ છોડી આ શોએ મારી બાજી, જાણો ‘અનુપમા’ કે ‘તુલસી’ કોણ બન્યું નંબર 1?

સુનીતાએ શેર કર્યા ફોટા

સુનીતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કરવા ચોથના દિવસે બે તસવીરો શેર કરી. તસવીરમાં તે ગ્રીન કલરના સુટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને હેવી ગોલ્ડ નેકલેસ પહેરેલો છે. બીજી તસવીરમાં તે આ નેકલેસને હાથમાં પકડીને ખુશીથી ફ્લોન્ટ કરી રહી છે. આ નેકલેસ ગોવિંદાએ તેને ગિફ્ટમાં આપ્યો છે.સુનીતાની પોસ્ટ પર ફેન્સે ખુશી વ્યક્ત કરી છે. ઘણા લોકોએ લખ્યું કે “સાચો પ્રેમ ક્યારેય ખતમ થતો નથી” અને “ગોવિંદા હજી પણ રોમેન્ટિક હીરો છે.” આ પાવન તહેવાર પર ગોવિંદાનું આ ગિફ્ટ તેમના પ્રેમની નવી ઝાંખી છે.


ગોવિંદા અને સુનીતાએ 1987માં લગ્ન કર્યા હતા. શરૂઆતમાં તેમણે લગ્નની વાત છુપાવી રાખી હતી. 38 વર્ષના લગ્નજીવન દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પણ હવે બંને ફરીથી એકબીજાની સાથે ખુશ છે.છૂટાછેડા ની અફવાઓ વચ્ચે આ ગિફ્ટે તેમના સંબંધમાં મજબૂતી દર્શાવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચન ની એક ફિલ્મે બદલ્યું તેમના ફેન આનંદ પંડિત નું નસીબ,આજે તેઓ છે બિગ બી કરતા પાંચ ગણા ધનવાન
Kalki 2898 AD Part 2: કલ્કી 2898 AD પાર્ટ 2 માં દીપિકાની જગ્યા લેશે આલિયા ભટ્ટ? આ સમાચારથી મચ્યો ખળભળાટ
Amitabh Bachchan birthday: જયા કે રેખા નહીં! અમિતાભનો પહેલો પ્રેમ હતી ‘માયા’, આ કારણે અધૂરી રહી બિગ બીની લવ સ્ટોરી
Param Sundari OTT: એક ટ્વીસ્ટ સાથે ઓટિટિ પર રિલીઝ થઇ સિદ્ધાર્થ અને જાહ્નવી ની ફિલ્મ પરમ સુંદરી, જાણો વિગતે
Exit mobile version