ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
જ્યારે ગોવિંદાની કારકિર્દી ટોચ પર હતી ત્યારે તેને સુનીતા સાથે 1987માં લગ્ન કર્યાં હતાં. ગોવિંદા અને સુનીતાની લવ સ્ટોરી પણ અલગ હતી. ગોવિંદાએ કહ્યું હતું કે તે એક ફિલ્મના પ્રીમિયરથી પરત આવી રહ્યો હતો. આ દરમિયાન સુનીતા પણ તેની સાથે ઑટોમાં બેઠી હતી. તેણે અચાનક સુનીતાનો હાથ પકડી લીધો. સુનીતાને પણ આ વાત ગમી અને તેણે પણ ગોવિંદાનો હાથ છોડ્યો નહીં.
ગોવિંદાએ 'સિમી ગરેવાલ'ના ટીવી શોમાં કહ્યું હતું કે,'અમે અમારાં લગ્નને ઘણા લાંબા સમય સુધી ગુપ્ત રાખ્યાં હતાં, કારણ કે એ દિવસોમાં અમને લોકો દ્વારા ડરાવવામાં આવતું હતું કે મહિલાઓમાં તમારી ખૂબ સારી ફેન-ફોલોઇંગ છે. એથી અમે અમારાં લગ્નની વાત બહાર આવવા દીધી નહીં. હવે મને નથી લાગતું કે લગ્ન કરવાથી કોઈ ફરક પડે છે. અમે લગભગ એક વર્ષ સુધી અમારાં લગ્નને ગુપ્ત રાખ્યાં.
આર્યન ખાનની ધરપકડ બાદ ટ્રોલથી બચવા શાહરૂખની પુત્રી સુહાનાએ ભર્યું આ મોટું પગલું; જાણો વિગત
સુનીતા આહુજા કહે છે, 'જ્યારે અમારી એક દીકરી થઈ, ત્યારે આ વાત બધાની સામે આવી ગઈ હતી. અમે એકસાથે બહાર પણ ગયાં ન હતાં. મને ક્યારેય ખરાબ લાગ્યું નથી કે તેઓ મને સાથે બહાર લઈ જતા નથી, પરંતુ ધીરે ધીરે હું સમજવા લાગી કે એ ઠીક છે કે તે સ્ટાર છે અને સ્ટારની ઘણી મજબૂરીઓ પણ હોય છે. ઘરે તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ રહે છે, બાળકો સાથે આનંદ કરે છે, તે બિલકુલ જ અલગ છે અને તેમણે મારા જન્મદિવસ પર પ્રથમ વખત શેમ્પેન પીધું. ગોવિંદા કહે છે, 'ઘણી વખત લોકો મને મારાં લગ્ન વિશે પૂછવા આવતા હતા. એ સમયે હું વિચારતો હતો કે આ લોકો મારી કારકિર્દી છીનવવા માટે આવી રહ્યા છે. કેટલીકવાર મેં આના પર કોઈને જવાબ પણ ન આપ્યો અને ધીમે ધીમે છુપાવતો હતો.