News Continuous Bureau | Mumbai
Grammy award 2024: ગ્રેમી અવૉર્ડ 2024 સમાપ્ત થઇ ગયો છે. આ ઇવેન્ટ માં વિશ્વભરના શ્રેષ્ઠ સંગીતકારો અને ગાયકોનું પ્રદર્શન જોવા મળ્યું હતું. આ એવોર્ડ ના નોમીનેશન માં ભારતના ઘણા કલાકારો ને નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘણા એવોર્ડ ભારતીય કલાકારો એ જીત્યા હતા. જેમાં શંકર મહાદેવન, ઝાકિર હુસૈન જેવા કલાકારો સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Ankita lokhande Vicky jain: બિગ બોસ બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા વિકી જૈન અને અંકિતા લોખંડે, અભિનેત્રી એ પાપારાઝી સાથે કર્યું આવું વર્તન
ગ્રેમી એવોર્ડ માં આ ભારતીય કલાકારો એ જીત્યા એવોર્ડ
ગાયક અને સંગીતકાર શંકર મહાદેવન ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. આ આલ્બમમાં કુલ 8 ગીતો હતા જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ શંકર મહાદેવન નો પહેલો ગ્રેમી એવોર્ડ છે. આ ઉપરાંત ઝાકિર હુસૈને માત્ર એક વર્ષમાં ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા. તેને આ એવોર્ડ બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ માટે મળ્યો હતો. આ સિવાય તેણે વધુ બે અલગ-અલગ કેટેગરીમાં જીત મેળવી હતી. તેણે બેસ્ટ કન્ટેમ્પરરી ઈન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ અને બેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટલ કમ્પોઝિશન માટે એવોર્ડ પણ જીત્યા. દેશના પીઢ વાંસળી વાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના પુત્ર રાકેશ ચૌરસિયાએ પશ્તો ગીત માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં અને એઝ વી સ્પીક માટે બેસ્ટ કન્ટેમ્પરરી ઈન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ કેટેગરીમાં બે એવોર્ડ મળ્યા.
SHAKTI wins a #GRAMMYs #GRAMMYs2024 !!! Through this album 4 brilliant Indian musicians win Grammys!! Just amazing. India is shining in every direction. Shankar Mahadevan, Selvaganesh Vinayakram, Ganesh Rajagopalan, Ustad Zakhir Hussain. Ustad Zakhir Hussain won a second Grammy… pic.twitter.com/dJDUT6vRso
— Ricky Kej (@rickykej) February 4, 2024
દેશના પ્રખ્યાત પર્ક્યુશનિસ્ટ વી સેલ્વગનેશે પણ મ્યુઝિક આલ્બમ ધીસ મોમેન્ટ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ભારતીય સંગીતકાર ગણેશ રાજગોપાલને પણ શક્તિ બેન્ડના આલ્બમ ધીસ મોમેન્ટ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)