News Continuous Bureau | Mumbai
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી-વેડિંગ ફંક્શનનો પહેલો પડાવ ગુજરાતના જામનગરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. અંબાણી અને તેંડુલકર પરિવાર વચ્ચેના ગાઢ સંબંધોને કારણે આ ઉજવણી અત્યંત ભવ્ય રહી હતી. આ પ્રસંગે સાનિયા ચંડોકે પોતાના સ્ટાઈલિશ લૂકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.જામનગરમાં આયોજિત પૂજા અને ફંક્શનમાં બંને પરિવારના સભ્યો પારંપરિક પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતા. અર્જુન તેંડુલકર બ્લૂ કલરની શેરવાનીમાં હેન્ડસમ લાગતો હતો, જ્યારે તેની ભાવિ પત્ની સાનિયાએ દેશી અંદાજમાં ફેન્સના દિલ જીતી લીધા હતા. સચિનની પુત્રી સારા તેંડુલકર પણ વેસ્ટર્ન ગાઉનમાં ફેશન વાઈબ્સ આપતી જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : RD Burman Wada Karo Song Copy: આર.ડી. બર્મનનું સુપરહિટ ગીત નીકળ્યું ‘કોપી’? ૫૩ વર્ષ બાદ કિશોર કુમારના આ ગીતની ધુન હોલીવુડમાંથી ચોરાઈ હોવાનો દાવો
સાનિયાનો ‘ફિશકટ’ લહેંગા બન્યો આકર્ષણનું કેન્દ્ર
સાનિયા ચંડોકે આ ખાસ સાંજ માટે ‘લાઈમ ગ્રીન’ શેડનો ફિશકટ લહેંગા પસંદ કર્યો હતો. આ લહેંગામાં જરી વર્ક અને સેક્વિન એમ્બેલિશમેન્ટ કરવામાં આવ્યું હતું. ઘૂંટણ સુધી બોડી-ફિટેડ અને નીચેથી ફ્લેયર્ડ સ્ટાઈલના આ લહેંગાએ સાનિયાને ક્લાસિક બ્રાઈડલ લૂક આપ્યો હતો. તેણે આ લૂકને ડાયમંડ જ્વેલરી અને સ્ટેટમેન્ટ હાર સાથે પૂર્ણ કર્યો હતો.પુત્રના લગ્નના ઉત્સવ માં સચિન તેંડુલકર સિલ્વર એમ્બ્રોઈડરીવાળા બ્લૂ કલરના બંધગલા સૂટમાં જોવા મળ્યા હતા. જ્યારે અંજલિ તેંડુલકર મરુન કલરના હેવી એમ્બ્રોઈડરીવાળા કુર્તામાં અત્યંત એલિગન્ટ લાગતા હતા. સિલ્ક સ્ટાઈલ દુપટ્ટા અને કુંદન ઈયરરિંગ્સે તેમના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
View this post on Instagram
જામનગર એ રિલાયન્સ અને અંબાણી પરિવારનું મુખ્ય મથક છે. અર્જુનના લગ્નની શરૂઆત અહીંથી થઈ તે જ બતાવે છે કે બંને પરિવારો વચ્ચે કેટલો ગાઢ પ્રેમ છે. આ પહેલા અંબાણી પરિવારના બાળકોના પ્રી-વેડિંગ પણ અહીં જ થયા હતા. આ ફંક્શનમાં અંબાણી પરિવારના સભ્યોએ તેંડુલકર પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)