News Continuous Bureau | Mumbai
Gurucharan singh: ગુરચરણ સિંહ લાંબા સમયથી ગાયબ છે. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને અભિનેતાનો કોઈ પત્તો મળ્યો નથી.ગુરુચરણ સિંહ એ તારક મહેતા માં રોશન સિંહ સોઢી ની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં તાજેતરમાં દિલ્હી પોલીસે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટની મુલાકાત લીધી હતી.અને શો ની સ્ટારકાસ્ટ ને અભિનેતા વિશે સવાલ પણ પૂછયા હતા. આ વાત ની પુષ્ટિ શો સાથે સંકળાયેલા સોહિલ રામાણી એ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Suhana khan and Agastya nanda: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે ડિનર ડેટ પર જોવા મળી સુહાના ખાન, પાપારાઝી ને જોતા બંને નું હતું આવું રિએક્શન, જુઓ વિડીયો
ગુરુચરણ સિંહ વિશે દિલ્હી પોલીસે તારક મેહતા ની સ્ટારકાસ્ટ ને પૂછ્યા સવાલ
મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હી પોલીસની એક ટીમ મુંબઈ ફિલ્મ સિટી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પહોંચી હતી. અહીં તારક મહેતા ના નિર્માતાઓ અને કલાકારોને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ અભિનેતા ગુરચરણ સિંહના સંપર્કમાં છે કે નહીં. આ સાથે જ દિલ્હી પોલીસે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે અભિનેતાને નિર્માતાઓ એ તેનું મહેનતાણું ચુકવ્યું છે કે નહીં. આ સાથે જ શો ના પ્રોડક્શન હેડ સોહિલ રામાણીએ મીડિયા ને જણાવ્યું હતું કે, પોલીસ સેટ પર પહોંચી હતી. તેમજ અભિનેતાને લગતી તમામ માહિતી પોલીસને આપવામાં આવી હતી.
A team of Delhi police officials recently visited the sets of TMKOC since Gurucharan Singh was in touch with several of his former co-stars
Full story: https://t.co/bmuJW3HOdU#gurucharansingh #tarakmehta #delhipolice #tmkoc #tarakmehtakaultachashma #news pic.twitter.com/yYD8uMkVQO
— News18.com (@news18dotcom) May 11, 2024
પોલીસ તપાસ મુજબ, શક્ય છે કે ગુરુચરણ સિંહ એ પોતે જ પોતાના ગુમ થવાની યોજના બનાવી હતી. આ ઉપરાંત એવી માહિતી પણ સામે આવી છે કે ગુરૂચરણ ગુમ થયા પહેલા 27 ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કદાચ અભિનેતાને ડર હતો કે કોઈ તેના પર કોઈ નજર રાખે છે.