News Continuous Bureau | Mumbai
Hamare barah controversy: અન્નુ કપૂર ની ફિલ્મ ‘હમારે બારહ’ એ તાજેતરના સમયમાં તેની સ્ટોરી લાઈન ને કારણે ઘણી હલચલ મચાવી છે.આ ફિલ્મ 7 જૂને રિલીઝ થવાની છે. મુસ્લિમ પરિવારો માં કુટુંબ નિયોજનની હિમાયત કરતી નવી પેઢીની વાર્તા પર આધારિત આ ફિલ્મના કલાકારો અને નિર્માતાઓને સતત ધમકીઓ મળી રહી છે. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ફિલ્મ ને ટિમ ને સુરક્ષા પુરી પાડવા બદલ સીએમ નો આભાર માનવા માટે અન્નુ ફપૂરે ફિલ્મ ની ટિમ સાથે એકનાથ શિંદે ની મુલાકાત લીધી હતી
આ સમાચાર પણ વાંચો: YRKKH Shehzada dhami: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર આવ્યા બાદ શહેજાદા ધામી નું છલકાયું દર્દ,રાજન શાહી ની પોલ ખોલતા કહી આવી વાત
હમારે બારહ ને મળ્યો સીએમ એકનાથ શિંદે નો સાથ
સીએમ એકનાથ શિંદે સાથેની તેમની મુલાકાત વિશે વાત કરતા અન્નુ કપૂરે કહ્યું, “અમારી ફિલ્મ ‘હમારે બારહ’ 7 જૂને રિલીઝ થઈ રહી છે અને મુખ્યમંત્રીએ અમને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી છે. તેણે કહ્યું છે કે આ ફિલ્મ કોઈપણ ડર વગર રિલીઝ થવી જોઈએ. ફિલ્મનું પોસ્ટર વાર્તાની માત્ર એક ઝલક છે, જેનો ઉપયોગ માત્ર પ્રમોશન માટે કરવામાં આવ્યો છે. પરંતુ ફિલ્મ જોયા વગર જ ફિલ્મની ટીમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એટલા માટે અમે મુખ્યમંત્રીને સુરક્ષા માટે વિનંતી કરી હતી. અમારી ફિલ્મને સેન્સર બોર્ડે પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીએ એવી પણ ખાતરી આપી છે કે ધમકીના મામલામાં તપાસ કરવામાં આવશે અને આરોપીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.”
Hamare Baarah team members show their gratitude to Maharashtra Chief Minister Eknath Shinde for the protection given to them@annukapoor_ @ash22kalsekar @LaghateParth@actormanojjoshi @Pparitosh1 @CastingChhabra@rrahulbagga @shudhdesicomic @DirectorKamal27#sanjaynagpaljmd… pic.twitter.com/H2KjpCb5nJ
— Radhika G Films & Newtech Media Entertainment (@Hamare_Baarah) June 3, 2024
તમને જણાવી દઈએ કે જ્યારથી ‘હમારે બારહ’ ની જાહેરાત થઇ ત્યારથી અન્નુ કપૂર, રાહુલ બગ્ગા, પરિતોષ ત્રિપાઠી, મનોજ જોશી વગેરે કટ્ટરવાદીઓના નિશાના પર છે. ‘હમારે બારહ નું ટીઝર રિલીઝ થયા બાદ સ્ટાર કાસ્ટને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
