ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
બોલિવૂડના જાણીતા અભિનેતા જેકી શ્રોફ અને આયેશા શ્રોફનો દિકરો ટાઇગર શ્રોફ આજે તેનો 31મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. ટાઈગર શ્રોફના બહુ ઓછા ચાહકો જાણે છે કે તેમનું અસલી નામ જય શ્રોફ છે. જયથી લઇને ટાઇગર બનવા વિશે ટાઇગરનું કહેવું છે કે, મને આ નામ એટલા માટે મળ્યુ કારણ કે હું બાળપણમાં લોકોને મારતો અને બચકા ભરતો હતો.
ફિલ્મોની સાથે સાથે ટાઇગર તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. લાંબા સમયથી દિશા પટણી સાથે તેની ડેટિંગના સમાચાર મળી રહ્યા છે. આ બંને ઘણીવાર એકબીજાના પરિવાર સાથે પણ જોવા મળે છે. દિશા અને ટાઇગરના લગ્ન થવાનાં છે તેવું પણ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું છે.
હવે આ અહેવાલો પર પિતા જેકી શ્રોફે મૌન તોડ્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન જેકી શ્રોફે જણાવ્યું હતું કે, ટાઇગર એટલો કામમાં વ્યસ્ત છે કે તેણે જન્મ દિવસ માટે કંઇ મોટું પ્લાનિંગ કર્યું નથી. દરમિયાન ટાઇગરનાં લગ્નની વાત કરતાં જેકીએ કહ્યું હતું કે તેણે હાલમાં તેનાં કામ સાથે લગ્ન કરી લીધા છે અને હાલમાં તેની પાસે અન્ય કંઇ વિચારવાનો સમય નથી. ટાઇગર અંગે વાત કરતાં જેકીએ કહ્યું કે, તે બાળપણથી જ ડ્રીમર હતો અને તેણે તેની લાઇફમાં શું કરવું છે તે જાણતો હતો. જ્યારે બાળકો તેમનાં સપના અંગે વાત કરતાં તો મને ખુશી થતી. હું તેની સખત મહેનત અને હિમ્મતનો સાક્ષી છું.
સોશિયલ મીડિયા પર ફરી એકવાર છવાયો મૌની રોયનો જાદૂ, ફોટામાં જુઓ તેનો દિલકશ અંદાજ..
આપને જણાવી દઇએ કે, ટાઇગર શ્રોફે ફિલ્મ 'બાગી'માં શ્રદ્ધા કપૂર સાથે કામ કર્યું હતું. તેની આ ફિલ્મ પણ હિટ સાબિત થઇ અને તે બાદ ટાઇગર શ્રોફે 'એ ફ્લાઇંગ જટ્ટ', 'બાગી 3', 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2' અને 'વોર' જેવી ફિલ્મમાં કામ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'વોર' ટાઇગર શ્રોફની અત્યાર સુધીનાં કરિઅરની સૌથી હિટ ફિલ્મ રહી છે. તે આ ફિલ્મમાં એક્ટર રિતિક રોશનની સાથે નજર આવ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી.
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો ટાઇગર હોલિવૂડ ફિલ્મ 'રેમ્બો'ની હિન્દી રીમેકમાં નજર આવશે. આ ઉપરાંત 2014માં આવેલી તેની પહેલી ફિલ્મ 'હીરોપંતી'ની સિક્વલ 'હિરોપંતી 2' માં નજર આવશે.