Site icon

Hardy sandhu: જાતીય સતામણી નો શિકાર બની ચુક્યો છે હાર્ડી સંધુ, સ્ટેજ શો દરમિયાન એક મહિલા ફેન એ તેની સાથે કરી હતી આવી હરકત, ગાયકે કર્યો ચોંકાવનારો ખુલાસો

Hardy sandhu:સિંગર હાર્ડી સંધુએ હાલમાં જ ખુલાસો કર્યો હતો કે સ્ટેજ શો દરમિયાન એક મહિલા ફેન દ્વારા તેને એક વખત હેરાન કરવામાં આવ્યો હતો અને તે તેને કંઈ કહી શક્યો ન હતો.

hardy sandhu reveals he was physically harassed by lady fan during live performance

hardy sandhu reveals he was physically harassed by lady fan during live performance

News Continuous Bureau | Mumbai

 Hardy sandhu: અભિનેતા અને ગાયક હાર્ડી સંધુ પંજાબી ડાન્સ નંબર ગીતો માટે જાણીતો છે. જોકે, સિંગર અને એક્ટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં નામ કમાયા બાદ તેણે ધીરે ધીરે બોલિવૂડમાં એન્ટ્રી કરી. હાર્ડી સંધુ ખાનગી કાર્યક્રમોની સાથે સાથે જાહેર કાર્યક્રમોમાં પણ પરફોર્મ કરે છે. હાલમાં ભારત પ્રવાસની તૈયારી કરી રહ્યો છે, જે નવેમ્બરથી શરૂ થશે. આ દરમિયાન હાર્ડી સંધુએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે સ્ટેજ પર એક મહિલા ફેન દ્વારા તેને એક વખત હેરાન કરવામાં આવ્યો હતો અને તે તેને કંઈ કહી શક્યો ન હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Karan Johar: NMACC ઈવેન્ટ દરમિયાન કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક, આ અભિનેતા એ કરી નિર્દેશક ની આવી રીતે મદદ

હાર્ડી સંધુ એ કર્યો ખુલાસો 

મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, હાર્ડી સંધુએ એક અપ્રિય ઘટનાને યાદ કરતા કહ્યું કે, થોડા વર્ષો પહેલા, જ્યારે તે એક ખાનગી લગ્નમાં પરફોર્મ કરી રહ્યો હતો, ત્યારે એક મહિલાએ તેને હેરાન કર્યો હતો. મહિલાની ઉંમર 30થી 40ની વચ્ચે હતી. મહિલાએ ગાયકને પૂછ્યું હતું કે શું તે તેની સાથે સ્ટેજ પર જોડાઈ શકે છે. ગાયકે કહ્યું કે ‘મેં મહિલાને કહ્યું હતું કે જો હું તને બોલવું તો અન્ય લોકો પણ એવું જ ઈચ્છશે અને તે મુશ્કેલ હશે, પરંતુ તે હટી નહીં. તેને સ્ટેજ પર હાજર રહેવાનો આગ્રહ કર્યો. પછી, મેં છોડી દીધું. મેં કહ્યું, ‘તમે આવો.’ તેણે આવીને મારી સાથે ગીત પર ડાન્સ કરવાની વિનંતી કરી. મેં કહ્યું ઠીક છે, ચાલો કરીએ. અમે એક ગીત પર ડાન્સ કર્યો અને પછી તેણે પૂછ્યું કે શું હું તમને ગળે લગાવી શકું? મેં કહ્યું ઠીક. તેણે મને ગળે લગાડ્યો અને તેણે મારા કાન ચાટ્યા. હવે વિચારો કે જો ભૂમિકાઓ ઉલટાવી દેવામાં આવી હોત તો લોકોએ કેવી પ્રતિક્રિયા આપી હોત, હાર્ડીએ કહ્યું. તે સમયે હું શું કરી શકું?’

Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Aishwarya Rai Viral Video: ઐશ્વર્યા રાયે પરણેલી મહિલાઓને આપી ખાસ સલાહ; અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર કહી આ મોટી વાત
Daldal Trailer Release: ભૂમિ પેડણેકરની વેબ સિરીઝ ‘દલદલ’ નું ટ્રેલર આઉટ; સીરીયલ કિલરના રહસ્ય અને હિંસક દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ
Exit mobile version