News Continuous Bureau | Mumbai
Harry Potter First Look: હેરી પોટરના ચાહકો માટે ખુશીના સમાચાર છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી ‘હેરી પોટર’ ટીવી સિરીઝનું કામ વેગ પકડી રહ્યું છે. મેકર્સે સોશિયલ મીડિયા પર આ સિરીઝનું પ્રથમ અધિકૃત પોસ્ટર શેર કર્યું છે. આ સાથે જ જાહેરાત કરવામાં આવી છે કે આ સિરીઝનો પહેલો ટીઝર ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ
પોસ્ટરમાં શું જોવા મળ્યું?
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ પોસ્ટરમાં નવા હેરી પોટર એટલે કે ડોમિનિક મેકલોફલિન ની ઝલક પાછળથી બતાવવામાં આવી છે. પોસ્ટરમાં હેરી પોટરના ટ્રેડિશનલ કોસ્ચ્યુમમાં સજ્જ હેરી બરફથી છવાયેલી જમીન પર ચાલતો દેખાય છે. આ તસવીરે સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે.
આ સિરીઝમાં જૂની ફિલ્મોના કલાકારોને બદલે નવા ચહેરાઓ જોવા મળશે:હેરી પોટર: ડોમિનિક મેકલોફલિન.હર્માઈની ગ્રેન્જર: અરેબેલા સ્ટેન્ટન (Arabella Stanton).રોન વીઝલી: એલાસ્ટેયર સ્ટેઉટ (Alastair Stout).એલ્બસ ડમ્બલડોર: જ્હોન લિથગો (John Lithgow).પ્રોફેસર મેકગોનાગલ: જેનેટ મેકટીયર.હેગ્રિડ: નિક ફ્રોસ્ટ.આ સિરીઝના અનેક એપિસોડ્સનું નિર્દેશન ‘સક્સેશન’ ફેમ પ્રખ્યાત નિર્દેશક માર્ક માયલોડ (Mark Mylod) કરશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૦૧ થી ૨૦૧૧ દરમિયાન આ પુસ્તકો પર ૮ બ્લોકબસ્ટર ફિલ્મો બની ચૂકી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
