Site icon

મંદાકિની બાદ હવે બોલિવૂડ ની આ દિગ્ગજ અભિનેત્રી કરી રહી છે કમબેક, આ પ્રોજેક્ટમાં મળશે જોવા

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી હેલન (Helan) છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ હવે તેના ફેન્સ માટે એક સારા સમાચાર છે. અભિનેત્રી ટૂંક સમયમાં વેબ શો 'બ્રાઉન' (brown) માં જોવા મળશે. હેલને તેનું શૂટિંગ મુંબઈમાં (mumbai) શરૂ કરી દીધું છે. આ સિરીઝમાં કરિશ્મા કપૂર (Karisma kapoor)પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. થોડા દિવસો પહેલા તેણે આ પ્રોજેક્ટનું પોસ્ટર શેર કર્યું હતું.પીઢ અભિનેત્રી હેલન 10 વર્ષ બાદ કમબેક કરી રહી છે. તે છેલ્લે હિરોઈન ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં કરીના કપૂર (kareena kapoor) મુખ્ય અભિનેત્રી હતી. તે જ સમયે એક મીડિયા હાઉસ અનુસાર, હેલેન વેબ શો બ્રાઉનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. અભિનય દેવની આ શ્રેણી અભિક બરુઆના પુસ્તક સિટી ઓફ ડેથ પર આધારિત છે.

Join Our WhatsApp Community

કરિશ્મા કપૂરે (karisma kapoor) તેના ઇન્સ્ટાગ્રામ (instagram) પર આ શ્રેણી વિશે ત્રણ વખત પોસ્ટ કર્યું હતું. તેણે બે તસવીરો શેર કરી અને લખ્યું, નવી શરૂઆત માટે. તેની બહેન અને અભિનેત્રી કરીના કપૂરે આ અંગે ટિપ્પણી કરી હતી. તેણે લખ્યું, તમે શ્રેષ્ઠ છો. સોનમ કપૂર (sonam kapoor) અને સંજય કપૂરે લખ્યું, ઓલ ધ બેસ્ટ. સૈફ અલી ખાનની બહેન સબા પટૌડીએ લખ્યું, શુભકામના. તમને જણાવી દઈએ કે તાજેતરમાં, પ્રખ્યાત ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' ની હિરોઈન મંદાકિનીએ તેના કમબેકની જાહેરાત કરી છે. તે તેના પુત્ર સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: પલક તિવારી એ સૈફના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન અને તેના સંબંધ વિશે કર્યો ખુલાસો, ચેહરો છુપાવવા પાછળ નું પણ જણાવ્યું કારણ

કરિશ્મા કપૂરની (karisma kapoor) વાત કરીએ તો તે છેલ્લે વેબ શો 'મેન્ટલહુડ'માં જોવા મળી હતી. આમાં અભિનેત્રી સાથે ડીનો મોરિયા, સંજય સૂરી (*sanjay suri) હતા. આ સિવાય અભિનેત્રી ક્યારેક રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે કે ફંક્શનમાં તેની ઝલક જોવા મળે છે.

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version