ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
કલર્સની લોકપ્રિય સિરિયલ 'ઇશ્ક મેં માર જવાન 2'માં જોવા મળેલ હેલી શાહ આ દિવસોમાં માલદીવમાં રજાઓ મનાવતી જોવા મળી રહી છે.
અભિનેત્રી હેલી શાહએ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે. જો કે આ તસવીરોમાંથી એક તસવીર સૌથી વધુ ચર્ચામાં છે.

હેલીએ માલદીવની પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી રહી છે. હેલીની નવી સ્ટાઇલ પણ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં તે સમુદ્ર કિનારે માત્ર એક સફેદ ચાદર ઓઢી અને સુતેલી જોવા મળે છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

મહત્વનું છે કે હેલી શાહનો શો ઈશ્ક મેં મરજાવાં ટુંક સમયમાં ઓફ એર થવાનો છે. ત્યારે તે પણ વેકેશન મોડમાં આવી ગઈ છે.
Join Our WhatsApp Community
