News Continuous Bureau | Mumbai
Hema malini and rekha: બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ગઈ કાલે પોતાનો 75મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસની પાર્ટીમાં તેના મિત્રો અને પરિવારના સભ્યો સહિત ફિલ્મ ઉદ્યોગના ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ સાથે જ તેની બર્થ ડે નાઈટના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેમાંથી એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દિગ્ગ્જ અભિનેત્રી રેખા ને હેમા માલિની તેના ગીત ક્યા ખુબ લગતી હો પર ડાન્સ કરી રહ્યા છે.
હેમા માલિની અને રેખા નો ડાન્સ થયો વાયરલ
હેમા માલિની ના જન્મદિવસ ની પ્રતિ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રેખા અને હેમા માલિની ગીત ક્યા ખુબ લગતી હો પર ડાન્સ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં રેખાએ ઈશારો કર્યો કે તે આ ગીત હેમાને સમર્પિત કરી રહી છે, જે 75 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જ્યારે મ્યુઝિક વાગી રહ્યું હતું ત્યારે સ્ટેજ પર તેમની વચ્ચે થોડી વાતચીત થઈ હતી અને પછી ડાન્સ શરૂ થયો. પાર્ટી તેમના હિટ નંબરો પર લાઇવ પર્ફોર્મન્સથી ચમકી ઉઠી હતી.
View this post on Instagram
હેમા માલિની ના જન્મદિવસ ની પાર્ટી
હેમા ના જન્મદિવસ ની પાર્ટી માં ફિલ્મ સ્ટાર્સ જેમ કે જયા બચ્ચન, પદ્મિની કોલ્હાપુરે, જેકી શ્રોફ, જીતેન્દ્ર, રાકેશ રોશન, સલમાન ખાન, રાજકુમાર રાવ, વિદ્યા બાલન, શિલ્પા શેટ્ટી, રાની મુખર્જી, માધુરી દીક્ષિત અને અન્ય ઘણા લોકો એ પણ હાજરી આપી હતી.
આ સમાચાર પણ વાંચોઃ Hema Malini Birthday: વધારે પડતી પતલી હોવાના રિજેક્ટ થઇ હતી હેમા માલિની, પછી આ રીતે બની બોલિવુડની ડ્રિમ ગર્લ