ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
ટેલિવઝન જગતની જાણીતી અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણીવાર તેની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. એક સમયે ટીવીની સંસ્કારી બહુની છબિ ધરાવનાર હિના ખાનની ગણતરી હવે મોસ્ટ સ્ટાઈલિશ આઈકનમાં થાય છે. સોશિયલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ પણ રહે છે. તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. ત્યારે હવે પોતાના ફેન્સ માટે હિનાએ બોલ્ડ ફોટોશૂટની ફોટો શેર કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ફોટોની ખાસ વાત એ છે કે, હિના ખાનનો ધમાકેદાર લુક. આ ફોટમાં હિના ખાન બ્લેક આઉટફિટમાં સિજલિંગ પોઝ આપતી નજર આવી રહી છે. હિના આ તસવીરોમાં ખૂબસૂરત અને સ્ટાઈલિશ નજર આવી રહી છે.હિનાના આ બોલ્ડ અંદાજને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં, યુઝર્સ હિનાના વખાણ કરી રહ્યા છે
હિના ખાનની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે તાજેતરમાં રિયાલિટી શો બિગ બોસ 14 માં જોવા મળી હતી. તેણે ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુક્લા સાથે સિનિયર તરીકે શોમાં પ્રવેશ કર્યો હતો. જોકે, બિગ બોસના ઘરે બે અઠવાડિયા રોકા્યા બાદ તે બહાર નીકળી ગઈ હતી.
ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી અભિનેત્રીએ મજબૂત ઓળખ બનાવી હતી. આ પછી તે ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ 13’ જેવા રિયાલિટી શોમાં જોવા મળી હતી. તેને દરેક શોમાં સારી રીતે પસંદ કરવામાં આવી હતી.