ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
ટીવી જગતની સંસ્કારી બહૂ હિના ખાન રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. અભિનેત્રી હિના ખાન તેનાં અંદાજને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને વારંવાર તે તેના ગ્લેમરસ ફોટોસ અને વિડિયોઝ ચાહકો સાથે શેર કરતી રહે છે.
વાણી કપૂરે બોલ્ડ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર લગાવી આગ, જુઓ તસવીરો..
ટીવી અભિનેત્રીથી બોલિવૂડ અભિનેત્રી બની ચૂકેલી હિના ખાન વેકેશન એન્જોય કરી રહી છે. કામથી થોડો સમય મળતાંની સાથે જ તે રજાઓ માણવા નીકળી પડે છે. ફરી એકવાર તેણે સોશિયલ મીડિયા પર તેની વેકેશનની તસવીરો શેર કરી છે.

હિના ખાને બ્લુ રંગની મોનોકોનીમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં હિના ખાનની સમુદ્ર કિનારે અને આકાશના રંગો સાથે મેચ થાય તેવા કપડામાં શોભી રહી છે, તેથી આ તસવીરો ઘણી વધુ આકર્ષક લાગે છે.

જોકે, હિના ઘણી વખત તેનાં ડ્રેસિંગ માટે ટ્રોલર્સનો શિકાર થતી હોય છે અ ને ટ્રોલર્સની કોઇ વાતથી ફરક પડતો નથી.

