Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત

Homebound: ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર અભિનીત ફિલ્મ ‘હોમબાઉન્ડ’ કાન્સ સહિત અનેક ફેસ્ટિવલમાં મચાવી ધૂમ

by Zalak Parikh
Homebound’ Selected as India’s Official Entry for Oscars 2026

News Continuous Bureau | Mumbai

Homebound:  ફિલ્મ ‘હોમબાઉન્ડ’  ને ઓસ્કાર 2026 માટે ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મમાં ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નિર્માતા કરણ જોહર અને ડિરેક્ટર નીરજ ઘેવાન માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.

આ સમાચાર પણ વાંચો : Kajol On Nysa Devgan: કાજોલ અને અજય દેવગણ ની દીકરી ન્યાસા ને ફિલ્મો માં લોન્ચ કરવા માંગે છે આ નિર્દેશક, અભિનેત્રી એ કર્યો ખુલાસો

કરણ જોહર અને નીરજ ઘેવાનનો ભાવનાત્મક પ્રતિસાદ

કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે “આ એક એવી ક્ષણ છે જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. ‘હોમબાઉન્ડ’ને ઓસ્કાર માટે ભારત તરફથી પસંદ કરવું એ અમારા માટે ગૌરવની વાત છે.” ડિરેક્ટર નીરજ ઘેવાને કહ્યું કે “આ ફિલ્મ આપણા લોકો અને ધરતી સાથે જોડાયેલા પ્રેમની વાત કરે છે. વિશ્વના સૌથી મોટા સ્ટેજ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ ગૌરવની સાથે નમ્રતાની વાત છે.” ‘હોમબાઉન્ડ’ને 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં 9 મિનિટનો સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મે મેલબર્ન અને ટોરોન્ટો જેવા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં પણ પ્રશંસા મેળવી છે. ભારતમાં રિલીઝ પહેલા જ ફિલ્મે વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન બનાવી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Homebound (@homeboundthefilm)


ફિલ્મ બે મિત્રો ચંદન અને શોઐબની વાર્તા છે, જે પોલીસમાં ભરતી થવા માટે પ્રયત્ન કરે છે. એક પાકું ઘર બનાવવાની ઈચ્છા રાખે છે અને બીજો સમાજમાં ઈજ્જત મેળવવા માંગે છે. બંને વચ્ચે એક તીવ્ર સંઘર્ષ પણ જોવા મળે છે. ‘હોમબાઉન્ડ’ સિવાય ‘પુષ્પા 2’, ‘કેસરી ચેપ્ટર 2’, ‘ધ બંગાલ ફાઈલ્સ’, ‘પાણી’ જેવી ફિલ્મો પણ ઓસ્કાર માટે ફેડરેશન પાસે મોકલવામાં આવી હતી, પરંતુ ‘હોમબાઉન્ડ’ આગળ રહી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More