News Continuous Bureau | Mumbai
Honey singh and shalini talwar: ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને એક થી એક હિટ ગીત આપનાર રેપર હની સિંહ અને તેની પત્ની શાલિની ના છૂટાછેડા થઇ ગયા છે. હની સિંહે તેની બાળપણન પ્રેમ શાલિની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 12 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા. હની સિંહ અને તેની પત્ની શાલિની તલવારના છૂટાછેડા ને દિલ્હી ની એક કોર્ટે મંજૂરી આપી દીધી છે. ફાઈનલ થઈ ગયા છે. દિલ્હીની એક કોર્ટે મંગળવારે હની સિંહ અને તેની પત્ની શાલિનીના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.
શાલિની એ હની સિંહ પર લગાવ્યો હતો ઘરેલુ હિંસા નો આરોપ
તમને જણાવી દઈએ કે, શાલિની તલવારે તેના પતિ હની સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેમજ શાલિની એ એમ પણ કહ્યું હતું કે, હની સિંહ ના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે. આ બધા કારણોસર તે હની સિંહ થી અલગ થવા માંગે છે. ત્યારબાદ શાલિની એ કોર્ટમાં છૂટાછેડા ની અરજી સાથે હની સિંહ પાસેથી 10 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી. હવે 12 વર્ષ બાદ તેઓ છુટા થઇ ગયા છે. તમેં જણાવી દઈએ કે હની સિંહ ના લગ્ન 2011 માં થયા હતા.
આ સમાચાર પણ વાંચો : PM Modi anupma: વોકલ ફોર લોકલ ના અભિયાન માટે પીએમ મોદીએ લીધો ‘અનુપમા’ નો સહારો, વિડીયો શેર કરી દેશવાસીઓ ને કરી ખાસ અપીલ
શાલિની અને હની સિંહ ના છૂટાછેડા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીની ફેમિલી કોર્ટમાં બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. બંને પક્ષોની સમજૂતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શાલિની તલવારે હની સિંહ પરના આરોપો પાછા ખેંચી લીધા છે. તેમજ હની સિંહ ને એલેમની તરીકે તેની પૂર્વ પત્ની શાલિની ને 1 કરોડ રૂપિયાની રકમ ચૂકવશે.