Site icon

Honeymoon in shillong: મોટા પડદે ખુલશે સોનમ રઘુવંશીની બેવફાઈ,રાજા રઘુવંશી હત્યાકાંડ પર બનનારી ફિલ્મ નું નામ થયું ફાઇનલ

Honeymoon in shillong: રાજા રઘુવંશી હત્યાકાંડ પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

honeymoon in shillong film on raja raghuvanshi honeymoon murder announced

honeymoon in shillong film on raja raghuvanshi honeymoon murder announced

News Continuous Bureau | Mumbai

Honeymoon in shillong: રાજા રઘુવંશીની હત્યા અને તેની પત્ની સોનમ રઘુવંશીની કથિત બેવફાઈની સાચી વાર્તા હવે મોટા પડદે  જોવા મળશે. આ હાઈ-પ્રોફાઈલ કેસ પર આધારિત ફિલ્મ ‘હનીમૂન ઇન શિલોંગ’  ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજાના પરિવાર અને ફિલ્મના  નિર્દેશક એ એક પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની જાહેરાત કરી. રાજા રઘુવંશીના ભાઈઓએ તેમના નિવાસ સ્થાને આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મના વિશે મીડિયાને માહિતી આપી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dilip Kumar and Raj Kapoor: પેશાવરમાં ભારતીય ફિલ્મ દિગ્ગજો રાજ કપૂર અને દિલીપ કુમાર ના પૌત્રિક ઘરોને ફરીથી જીવંત બનાવવાનો પ્રયાસ, ખંડેર બનેલા ઘરો થશે આ વસ્તુ માં પ્રવર્તિત

નિર્દેશક એ ફિલ્મ વિશે કરી વાત 

આ ફિલ્મ ના નિર્દેશક એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, “આ એક સસ્પેન્સથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી છે. અમે તેને ન્યાયપૂર્ણ અને સત્યની નજીક બતાવવાનો પૂરો પ્રયાસ કરીશું. ફિલ્મમાં અનુભવી અને પ્રતિભાશાળી કલાકારોને  લેવામાં આવશે, અને તેનું શૂટિંગ ઇન્દોર અને શિલોંગમાં કરવામાં આવશે.” ફિલ્મ ‘હનીમૂન ઇન શિલોંગ’   નું પહેલું પોસ્ટર પણ રિલીઝ  કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં રાજા રઘુવંશીના જીવનના  પાસાઓ અને તેની હત્યાની તપાસને કેન્દ્રમાં રાખવામાં આવશે.


રાજા રઘુવંશી પોતાની પત્ની સોનમ રઘુવંશી સાથે શિલોંગ હનીમૂન મનાવવા ગયા હતા, ત્યારબાદ બંને અચાનક લાપતા થઈ ગયા હતા. કેટલાક દિવસો પછી રાજાનો મૃતદેહ શિલોંગની એક ઊંડી ખાઈમાંથી મળી આવ્યો, જ્યારે સોનમને ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી પોલીસે  કસ્ટડીમાં લીધી હતી.  સોનમ રઘુવંશી પર પણ પતિની હત્યામાં સામેલ હોવાનો શક છે, જોકે પોલીસ હજુ સુધી હત્યા પાછળના કારણોનો ખુલાસો કરી શકી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Natasa Stankovic: શું લગ્ન બાદ નતાશા સ્ટેન્કોવિક સાથે હાર્દિક પંડ્યાએ કર્યો હતો દગો? એક્સ ગર્લફ્રેન્ડ જેસ્મિન વાલિયાના કમેન્ટથી મચી ચર્ચા
Zubeen Garg Net Worth: 52 વર્ષની ઉંમરે અવસાન પામેલા જુબિન ગર્ગ પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો તેમની નેટ વર્થ વિશે
Aneet Padda: સૈયારા બાદ ચમકી અનીત પદ્દા ની કિસ્મત, આ ફિલ્મ માં કિયારા અડવાણી ને કરી રિપ્લેસ!
Zubeen Garg passes away: જાણો કોણ છે જુબિન ગર્ગ જેનું 52 વર્ષની ઉંમરે સ્કૂબા ડાઈવિંગ દરમિયાન થયું નિધન
Exit mobile version