ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 ઓક્ટોબર 2020
મુંબઈ મહાનગરી માં ઘર લેવાનું સપનું ઘણા ઓછા લોકોનું સાકાર થતું હોય છે. સ્વપ્ન નગરીમાં સપના સાકાર કરવા માટે આવતા અનેક કલાકરો જે તે ફ્લેટમાં રહીને કામ કરતા હોય છે. પછી આશિયાના શોધતા હોય છે. બોલિવુડ અભિનેતા રિતિક રોશન પોતાના ડાન્સ અને એક્ટિંગ માટે જાણીતો છે. કોરોના કાળમાં હાલમાં અભિનેતા પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. હવે તેણે મુંબઈમાં પોતાના સપનાનું ઘર ખરીદ્યુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા રિતિક રોશને મુંબઈના જુહુ-વર્સોવા લિંક રોડ પર બે લક્ઝરીયસ એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે. અભિનેતા રિતિકે 97.50 કરોડ રૂપિયા આપીને તેના નામે બે એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.
અહેવાલો અનુસાર, જુહુ-વર્સોવા લિન્ક રોડ પર લીધેલા આ બે એપાર્ટમેન્ટ્સ 38000 સ્ક્વેર ફીટમાં બનેલા આ ફ્લેટ્સ ખૂબ જ આલિશાન છે. રિતિકના બંને એપાર્ટમેન્ટ્સ બિલ્ડિંગના 14,15 અને 16માં ફ્લોર પર છે, આ ઉપરાંત એપાર્ટમેન્ટમાં વિશેષ લિફ્ટ સિવાય 10 પાર્કિંગ લૉટ પણ છે. રિતિકે ડ્યુપ્લેક્સ માટે રૂ.67.5 કરોડ ચૂકવ્યા છે. જેમાં 27534 સ્ક્વેર ફિટની સ્પેસ છે. જ્યારે 14માં ફ્લોર પરના ફ્લેટ માટે રૂ. 30 કરોડ ચૂકવ્યા છે. જેમાં 11165 સ્ક્વેર ફીટ જગ્યા છે.
ટૂંક સમયમાં જ રિતિક પોતાના પરિવાર સાથે અહીં શિફ્ટ થઈ જશે. અત્યારે તે જુહુ વિસ્તારમાં આવેલા ઘરમાં અક્ષય કુમારની બાજુમાં રહે છે.આ ડીલ આ અઠવાડિયે જ થઈ હોવાનું મીડિયા રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે. હાલ તે પોતાની આવનારી ફિલ્મ 'ક્રિશ-4'ની તૈયારી કરી રહ્યો છે. હાલ આ ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે.