News Continuous Bureau | Mumbai
Hrithik Roshan On War 2: ફિલ્મ ‘વોર 2’ નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મમાં હૃતિક રોશન એકવાર ફરી કબીરના રૂપમાં વાપસી કરી રહ્યો છે. તેના ઉપરાંત ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને અભિનેત્રી કિઆરા અડવાણી પણ છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં હૃતિક રોશન ભાવુક અનુભવી રહ્યો છે. તે ણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 ના શૂટિંગ બાદ રિતિક રોશન એ આવી રીતે કરી જુનિયર એનટીઆર ની આવભગત
હૃતિક રોશન એ શેર કરી નોટ
હૃતિક રોશને પોતાના એક્સ (X) એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. શૂટિંગ પૂરું થતાં ટીમે કેક કાપી હતી.. આ સાથે હૃતિક રોશને લખ્યું, “‘વોર 2’ ફિલ્મ માટે કેમેરા બંધ થયા પછી મિશ્ર લાગણીઓ અનુભવાઈ રહી છે. 149 દિવસ સુધી સતત રોલિંગ, એક્શન, ડાન્સ, લોહી, પરસેવો, ઈજાઓ… અને આ બધાની કિંમત વસૂલ થઈ છે!” હૃતિકે પોસ્ટમાં જુનિયર એનટીઆરને ટેગ (Tag) કરતા લખ્યું છે, “સર, તમારી સાથે કામ કરવું અને સાથે મળીને કંઈક વિશેષ બનાવવું મારા માટે સન્માનની વાત છે.” જ્યારે કિઆરા અડવાણીને ટેગ કરીને લખ્યું છે, “હું ખૂબ ઉત્સાહિત છું કે દુનિયા તમારી ઘાતક બાજુ જોશે, તમારી સાથે સ્ક્રીન શેર કરવાનો અનુભવ શાનદાર રહ્યો.”
Feeling a mixed bag of emotions as the cameras stopped rolling for #War2. 149 days of relentless chase, action, dance, blood, sweat, injuries… and it was all WORTH IT!@tarak9999 sir it has been an honor to work alongside you and create something so special together.… pic.twitter.com/MWCm4QMPyd
— Hrithik Roshan (@iHrithik) July 8, 2025
હૃતિક રોશને આગળ લખ્યું છે, “હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું કે તમે બધા આદિ અને અયાન ના કમાલના સિનેમેટિક વિઝનને જુઓ. ‘વોર 2’ ના તમામ કલાકારો અને ક્રૂ ને, પોતાની પ્રતિભાને શેર કરવા અને દરરોજ પોતાનું બેસ્ટ આપવા બદલ હૃદયપૂર્વક આભાર.” છેલ્લે, કબીરના શૂટિંગનો અંત આવવો હંમેશા કડવો-મીઠો અનુભવ હોય છે. મને ફરીથી સ્વસ્થ થવામાં થોડા દિવસો લાગશે. હવે 14 ઓગસ્ટ, 2025 ના રોજ તમારા બધા સામે પોતાની ફિલ્મ રજૂ કરવાની યાત્રા પર નીકળી પડ્યા છીએ.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)