News Continuous Bureau | Mumbai
Hrithik roshan: રિતિક રોશને વર્ષ 2000 માં તેની ગર્લફ્રેન્ડ સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન ના 14 વર્ષ બાદ 2014 માં બંને એ છૂટાછેડા લઇ લીધા હતા. બંને ને બે દીકરા છે. તેઓ તેમના દીકરાઓ માટે ઘણી વખત સાથે જોવા મળતા હોય છે. હાલ ભલે રિતિક અને સુઝાને છૂટાછેડા લઇ લીધા હોય પરંતુ બંને આજે પણ સારા મિત્રો છે. હાલમાં જ બંને એક ઈવેન્ટ દરમિયાન સાથે જોવા મળ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
એક ઇવેન્ટ દરમિયાન સાથે જોવા મળ્યા રિતિક અને સુઝાન
રિતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝાન ખાન તાજેતરમાં જ સાથે જોવા મળ્યા હતા. વાસ્તવમાં બંનેની મુલાકાત એક ફેશન ઈવેન્ટમાં થઈ હતી. આ એક બ્રાન્ડનું પ્રદર્શન હતું જે મુંબઈમાં હતું.હવે આ ઇવેન્ટ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રિતિક તેની પૂર્વ પત્નીને આવતાની સાથે જ ગળે લગાવે છે. અને સુઝાનને જોઈને તે ખુશ થઈ જાય છે. પછી સુઝાન તેને અન્ય વ્યક્તિ સાથે પરિચય કરાવતી જોવા મળે છે આ દરમિયાન બંને ખુબ ખુશ જોવા મળે છે.
રિતિક અને સુઝાન નો આ વિડીયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો ને પસંદ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના વિકેન્ડ કા વાર માં કરણ જોહરે લગાવી સ્પર્ધક ની ક્લાસ, વિકી જૈન ને તેની માતા ના વ્યવહાર માટે કહી આવી વાત
