Hrithik Roshan Meets Jackie Chan: એક જ ફ્રેમમાં બે લેજન્ડ્સ: બોલિવૂડ સ્ટાર ઋતિક રોશન અને એક્શન સ્ટાર જેકી ચેનની ખાસ મુલાકાત

Hrithik Roshan Meets Jackie Chan: હોલિડે દરમિયાન ઋતિક રોશને એક્શન લેજન્ડ જેકી ચેન સાથે લીધી યાદગાર તસવીર, ફેન્સે કહ્યું – “ડ્રીમ કોલેબ!”

by Zalak Parikh
Hrithik Roshan Meets Jackie Chan, Shares Iconic Photo: “My Broken Bones Salute Yours”

News Continuous Bureau | Mumbai

Hrithik Roshan Meets Jackie Chan: બોલીવૂડના ‘ગ્રીક ગોડ’ ઋતિક રોશન હાલમાં પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે. આ દરમિયાન તેણે એક્શન લેજન્ડ જેકી ચેન સાથે ખાસ મુલાકાત કરી. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બંને એકસાથે પોઝ કરતા જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

મેચિંગ હેટ અને મસ્ત અંદાજ

ઋતિકે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી અને કેપ્શન લખ્યું: “તમને અહીં મળીને ખૂબ આનંદ થયો સર જેકી ચેન. મારી તૂટી ગયેલા હાડકા તમારા તૂટી ગયેલા હાડકાને સલામ કરે છે. હંમેશા અને હંમેશા.” બંને સ્ટાર્સ મેચિંગ હેટમાં જોવા મળ્યા અને તેમના ચહેરા પર ખુશી છલકાતી હતી.ઋતિકે જણાવ્યું કે ફિલ્મોમાં એક્શન અને સ્ટંટ માટે જેકી ચેન તેમની સૌથી મોટી પ્રેરણા   છે. તેણે કહ્યું કે જે રીતે જેકી ચેન પોતાનું શરીર જોખમમાં મૂકી એક્શન કરે છે, તે ખરેખર પ્રશંસનીય છે.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)


ફેન્સે આ તસવીર પર ધૂમ મચાવી દીધી છે. એક યુઝરે લખ્યું, “એક ફ્રેમમાં બે લેજન્ડ!” તો બીજાએ લખ્યું, “આ તો ડ્રીમ કોલેબ છે.” ટાઈગર શ્રોફ અને ખુશબૂ પટણી સહિત અનેક સેલેબ્સે પણ પોસ્ટ પર રિએક્ટ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More