News Continuous Bureau | Mumbai
Hrithik roshan: રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની ફિલ્મ ‘ફાઈટર’ને લઈને ઘણી ચર્ચા છે. લોકો આ ફિલ્મ ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ને લઇ ને એવું કહેવાય છે કે તે ભારત ની સૌથી મોટી એરિયલ એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024 માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ દરમિયાન રિતિક રોશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફિલ્મ ‘ફાઇટર’નો પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે.
રિતિક રોશને રીવીલ કર્યો તેનો લુક
રિતિક રોશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ ‘ફાઇટર’ નો તેનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.. રિતિક રોશન દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટરમાં તે પાઈલટના લુકમાં જોવા મળી રહ્યો છે. રિતિક રોશને આ પોસ્ટમાં જણાવ્યું છે કે તે ફિલ્મ ‘ફાઇટર’માં સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયાના રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘ફાઇટર’નું ટીઝર ટૂંક સમયમાં રિલીઝ થશે.
Squadron Leader Shamsher Pathania
Call Sign: Patty
Designation: Squadron Pilot
Unit: Air DragonsFighter Forever 🇮🇳#Fighter #FighterOn25thJan #FighterMovie pic.twitter.com/os5XkTD3hS
— Hrithik Roshan (@iHrithik) December 4, 2023
રિતિક રોશને શેર કરેલા પોસ્ટર પરથી એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત હશે. આ ફિલ્મ થી રિતિક રોશન અને દીપિકા પાદુકોણ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. રિતિક રોશન નું આ પોસ્ટર જોઈ ને લોકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે.
આ સમાચાર પણ વાંચોઃ Animal: ટાઇગર 3 બાદ હવે ફિલ્મ એનિમલ ને લઇ ને પણ જોવા મળ્યો લોકો નો ઉત્સાહ,ચાહકો એ થિયેટર માં આ રીતે મનાવ્યો ઉત્સવ