News Continuous Bureau | Mumbai
Hrithik roshan: રિતિક રોશન બોલિવૂડ નો સૌથી હેન્ડસમ અભિનેતા માનો એક છે. રિતિક રોશન ને ગ્રીક ગોડ નું પણ બિરુદ મળ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે રિતિક રોશન ને 7 વર્ષ ની ઉંમર માં બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી પર ક્રશ હતો અને તે દરમિયાન રિતિકે તેના પિતા રાકેશ રોશન સામે તે અભિનેત્રી સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. તે અભિનેત્રી બીજી કોઈ નથી પણ મધુબાલા હતી. આ વાતનો ખુલાસો રિતિક રોશને પોતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: ટાઇગર 3 ની સફળતા વચ્ચે સની દેઓલે તેના મિત્ર સલમાન ખાન ને અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, તારા સિંહ ની પોસ્ટ થઇ વાયરલ
રિતિક રોશન ને હતો મધુબાલા પર ક્રશ
રિતિક રોશન નો પૂરો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તેથી તેના ઘરમાં હંમેશા ફિલ્મી વાતાવરણ રહ્યું છે. રિતિક રોશન જયારે 7 વર્ષ નો હતો ત્યારે તેને દિલીપ કુમાર અને મધુબાલા સ્ટારર ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ જોઈ હતી અને આ ફિલ્મ માં તે મધુબાલા ની સુંદરતા થી એટલો પ્રભાવિત થયો કે તેને તેના પિતા રાકેશ રોશન સામે મધુબાલા સાથે લગ્ન કરવાની જીદ પકડી લીધી. રિતિક રોશન ના આ પ્રસ્તાવ ને ઘરવાળા એ નકારી કાઢ્યો તેથી તે ગુસ્સે થઇ ગયો. તેના પિતા રાકેશ રોશને તેને ઘણો સમજાવ્યો પણ તે ના માન્યો ત્યારબાદ પોતાના સમજાવવાના થોડા વર્ષો પછી રિતિક રોશન સમજી ગયો કે તેના લગ્ન મધુબાલા સાથે નહીં થાય.રિતિક રોશને પોતાના એક ઈન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.