Site icon

Hrithik roshan: રિતિક રોશન ને બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી પર હતો ક્રશ, સાત વર્ષ ની ઉંમર માં એક્ટ્રેસ સાથે લગ્ન કરવાની પકડી હતી જીદ

Hrithik roshan: બોલિવૂડ એક્ટર રિતિક રોશન ને 7 વર્ષ ની ઉંમર માં બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી પર ક્રશ થયો હતો અને આ દરમિયાન રિતિકે તેના પિતા સામે તે અભિનેત્રી સાથે લગ્ન કરવાની પણ જીદ કરી હતી

hrithik roshan wanted to marry bollywood most beautiful actress madhubala

hrithik roshan wanted to marry bollywood most beautiful actress madhubala

News Continuous Bureau | Mumbai

Hrithik roshan: રિતિક રોશન બોલિવૂડ નો સૌથી હેન્ડસમ અભિનેતા માનો એક છે. રિતિક રોશન  ને ગ્રીક ગોડ નું પણ બિરુદ મળ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે રિતિક રોશન ને 7 વર્ષ ની ઉંમર માં બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી પર ક્રશ હતો અને તે દરમિયાન રિતિકે તેના પિતા રાકેશ રોશન સામે તે અભિનેત્રી સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. તે અભિનેત્રી બીજી કોઈ નથી પણ મધુબાલા હતી. આ વાતનો ખુલાસો રિતિક રોશને પોતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: ટાઇગર 3 ની સફળતા વચ્ચે સની દેઓલે તેના મિત્ર સલમાન ખાન ને અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, તારા સિંહ ની પોસ્ટ થઇ વાયરલ

રિતિક રોશન ને હતો મધુબાલા પર ક્રશ 

રિતિક રોશન નો પૂરો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તેથી તેના ઘરમાં હંમેશા ફિલ્મી વાતાવરણ રહ્યું છે. રિતિક રોશન જયારે 7 વર્ષ નો હતો ત્યારે તેને દિલીપ કુમાર અને મધુબાલા સ્ટારર ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ જોઈ હતી અને આ ફિલ્મ માં તે મધુબાલા ની સુંદરતા થી એટલો પ્રભાવિત થયો કે તેને તેના પિતા રાકેશ રોશન સામે મધુબાલા સાથે લગ્ન કરવાની જીદ પકડી લીધી. રિતિક રોશન ના આ પ્રસ્તાવ ને ઘરવાળા એ નકારી કાઢ્યો તેથી તે ગુસ્સે થઇ ગયો. તેના પિતા રાકેશ રોશને તેને ઘણો સમજાવ્યો પણ તે ના માન્યો ત્યારબાદ પોતાના સમજાવવાના થોડા વર્ષો પછી રિતિક રોશન સમજી ગયો કે તેના લગ્ન મધુબાલા સાથે નહીં થાય.રિતિક રોશને પોતાના એક ઈન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version