ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ કરણ મહેરા અને તેની પત્ની નિશા રાવલના સંબંધ લાંબા સમયથી ખરાબ ચાલી રહ્યા છે. કેટલાક સમય પહેલાં નિશા રાવલે કરણની વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો. એવું કહેવાય છે કે આ દિવસો દરમિયાન બંને વચ્ચે મારપીટ પણ થઈ હતી, જેને કારણે નિશાને માથા ઉપર વાગ્યું હતું. આ ઘટનાને કારણે બંનેના પરિવારજનો જ નહીં, પરંતુ તેમના ફેન્સને પણ હેરાની થઈ હતી. મુંબઈ પોલીસ પાસે ગયેલી નિશાએ જણાવ્યું હતું કે કરણનું અફેર ચાલી રહ્યું છે. ત્યાર બાદ મુંબઇ પોલીસે કરણની ધરપકડ કરી હતી. જોકે થોડીક જ વારમાં તેને જામીન પણ મળી ગયા હતા, ત્યાર બાદ બંને તેના દીકરા કવીશની કસ્ટડીને લઈને કાનૂની લડાઈ લડી રહ્યાં છે.
માધુરીના ગીતનો જાદુ ટોકિયો ઑલિમ્પિક 2020માં પહોંચ્યો; જાણો વિગત
હવે આ મામલામાં મોટી ખબર આવી રહી છે કે બંને પોતાના સંબંધને બીજો મોકો આપવા માગે છે. પાછલી બધી વાતો અને યાદો ભુલાવીને બંને તેમનાં લગ્નજીવનને એક તક આપવા માગે છે. એક રિપૉર્ટ મુજબ કરણ અને નિશા હાલમાં જ એકસાથે એક મોટા પ્રોડક્શન હાઉસની બહાર જોવા મળ્યાં હતાં. બંને સાથે નજરે પડતાં આ ખબર ચર્ચાનો વિષય બની છે. આ વાયરલ તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ છે એક્સાઇટેડ છે. ફેન્સનું માનવું છે કે જો બંને પોતાના સંબંધની ફરીથી નવી શરૂઆત કરવા માગે છે તો આ નિર્ણય બંનેના પરિવારની સાથોસાથ તેના દીકરા કવીશના ભવિષ્ય માટે પણ સારું રહેશે.