News Continuous Bureau | Mumbai
ટીવી ઈન્ડસ્ટ્રી નો લોકપ્રિય અભિનેતા હુસૈન કુવાજેરવાલા(hussain kuwajerwala) છેલ્લા ઘણા સમયથી નાના પડદાથી દૂર છે. જોકે અભિનેતા કોઈપણ ઈવેન્ટ અને પાર્ટીમાં જોવા મળે છે. આ દરમિયાન તેના ફેન્સ માટે હવે એક સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં જ હુસૈન કુવાજેરવાલાના (hussain kuwajerwala) ચાહકો તેને ફરી એકવાર સ્ક્રીન પર જોવાના છે.
ઇન્ડિયન આઇડોલ હોસ્ટ કરશે હુસૈન કુવાજેરવાલા
એવા અહેવાલ સામી આવી રહ્યા છે કે હુસૈન ઈન્ડિયન આઈડલની(Indian idol) 14મી સીઝનમાં દેખાશે. હુસૈન પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ટીવી પર પરત ફરી રહ્યો છે. હુસૈન આઠ વર્ષ પછી ઈન્ડિયન આઈડલ (Indian idol)માં પરત (come back)ફરી રહ્યો છે. તેણે પોતે આ વિશે જણાવ્યું હતું કે, “હા, હું ઈન્ડિયન આઈડલની આગામી સીઝન હોસ્ટ કરી રહ્યો છું.અભિનેતાએ વધુમાં કહ્યું કે ક્રિએટિવ ટીમ જાણે છે કે શો માટે શ્રેષ્ઠ શું છે અને હું શક્ય તેટલું બધું કરવા તૈયાર છું. હું મારું 100 ટકા આપવાનો પ્રયત્ન કરીશ અને આશા રાખું છું કે બધું સારું થશે. મને આશા છે કે દર્શકો પણ મને ખુલ્લા હાથે આવકારશે.
આ સમાચાર પણ વાંચો : Don 3: શું કિયારા અડવાણી બનશે ડોન ની જંગલી બિલ્લી, ડાયરેક્ટર ફરહાન અખ્તરે લીડ એક્ટ્રેસ ને લઇ ને કહી આ વાત
આદિત્ય નારાયણ ને રિપ્લેસ કરશે હુસૈન કુવાજેરવાલા
આદિત્ય નારાયણ છેલ્લા કેટલાક સમયથી આ શોને હોસ્ટ(host) કરી રહ્યો હતો. હવે તેની જગ્યા હુસૈન લઈ રહ્યો છે.આ સીઝનમાં શ્રેયા ઘોષાલ, કુમાર સાનુ અને વિશાલ દદલાની જજ તરીકે જોવા મળશે. ઓડિશન પૂરજોશમાં ચાલી રહ્યા છે અને ગુવાહાટી, કોલકાતા, લખનૌ અને ચંદીગઢ પછી, યુનિટ ટૂંક સમયમાં દિલ્હી જશે. તમને જણાવી દઈએ કે, હુસૈન કુવાજેરવાલા એક લોકપ્રિય ટીવી અભિનેતા તેમજ હોસ્ટ અને મોડલ છે. તેણે ઘણી કોમર્શિયલ અને મોડલિંગ ઝુંબેશમાં ભાગ લીધો છે. હુસૈન કુવાજેરવાલાએ એકતા કપૂરની હિટ ટીવી સિરિયલ ‘ક્યૂંકી સાસ કભી બહુ થી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે કુમકુમ ઈન્ડિયન આઈડલ, કુછ કર દિખાના હૈ, કિસ્મે કિતના હૈ દમ, ખુલ જા સિમ સિમ જેવા શોમાં(TV show) કામ કર્યું હતું.