Site icon News Continuous Bureau

વધુ એક દિગ્ગ્જ લેખક ની વિદાય, લાંબી બીમારી બાદ 62 વર્ષ ની વયે થયું આ લેખકે નુંનિધન,ફિલ્મ આઈ એમ કલામ માટે મળ્યો હતો શ્રેષ્ઠ વાર્તા નો એવોર્ડ

ઈરફાન ખાનની પાન સિંહ તોમર અને આઈ એમ કલામ જેવી ફિલ્મોના લેખક સંજય ચૌહાણનું નિધન થયું છે. તેઓ લીવર સંબંધિત બીમારી સામે લડી રહ્યા હતા.

i am kalam writer sanjay chauhan passes away at the age 62

વધુ એક દિગ્ગ્જ લેખક ની વિદાય, લાંબી બીમારી બાદ 62 વર્ષ ની વયે થયું આ લેખકે નુંનિધન,ફિલ્મ આઈ એમ કલામ માટે મળ્યો હતો શ્રેષ્ઠ વાર્તા નો એવોર્ડ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દિવંગત અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ પાન સિંહ તોમરના લેખક સંજય ચૌહાણનું ( sanjay chauhan ) 12 જાન્યુઆરીની સાંજે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન ( passes away ) થયું હતું. તેમણે 62 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સંજય લિવરની બીમારીથી પીડિત હતો. પાન સિંહ તોમર ઉપરાંત તેણે આઈ એમ કલામ ( i am kalam ) જેવી ફિલ્મો પણ લખી છે. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.

Join Our WhatsApp Community

આ ફિલ્મ ની પણ લખી હતી વાર્તા

આ બે બાયોપિક્સ લખવા ઉપરાંત સંજય ચૌહાણે તિગ્માંશુ ધૂલિયા સાથે ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’ પણ લખી છે. વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘આઈ એમ કલામ’ માટે તેમને શ્રેષ્ઠ વાર્તા નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ‘મેને ગાંધી કો નહીં મારા’ અને ‘ધૂ’પ પણ ચૌહાણ દ્વારા લખાયેલી ફિલ્મોમાંની એક છે.તેમના પરિવારમાં પત્ની સરિતા અને પુત્રી સારા છે.

આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે, દહીસર થી બાંદ્રા ના રુટ પરના નવા મેટ્રો સ્ટેશનની રોનક બદલાઈ. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.

 પત્રકાર હતા સંજય ચૌહાણ

ઓનલાઈન રિપોર્ટ્સ અનુસાર, ચૌહાણનો જન્મ અને ઉછેર ભોપાલમાં થયો હતો. તેમના પિતા ભારતીય રેલ્વેમાં કામ કરતા હતા, જ્યારે તેમની માતા એક શાળા માં શિક્ષક હતી. સંજય ચૌહાણે દિલ્હીમાં પત્રકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને સોની ટેલિવિઝન માટે ક્રાઈમ આધારિત ટીવી શો ‘ભંવર’ લખ્યા પછી 1990માં મુંબઈ આવી ગયા.

Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Yuzvendra Chahal in controversy: યુઝવેન્દ્ર ચહલ અને તાન્યા ચેટર્જી વચ્ચે શું છે કનેક્શન? અભિનેત્રીએ ચેટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ
Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ
Exit mobile version