News Continuous Bureau | Mumbai
IC-814 series row : નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘IC 814 ધ કંધાર હાઈજેક”ના કન્ટેન્ટને લઈને વિવાદ ઊભો થયો છે. જેમાં બે હાઇજેકર્સને હિન્દુ નામ આપવામાં આવ્યા છે, જેના પર વાંધો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ વિવાદ પર કેન્દ્ર સરકારે નેટફ્લિક્સ ઈન્ડિયાને નોટિસ જારી કરીને તેનો જવાબ માંગ્યો છે. દરમિયાન અહેવાલ છે કે નેટફ્લિક્સ ઈન્ડિયાએ કેન્દ્રને ખાતરી આપી છે કે ભવિષ્યમાં કંટેન્ટ ‘દેશની લાગણીઓ’ અનુસાર હશે. OTT જાયન્ટનું આશ્વાસન તેની વેબ સિરીઝ ‘IC 814 : ધ કંધાર હાઈજેક’ સંબંધિત વિવાદ પછી આવ્યું છે.
IC-814 series row : અપહરણ કરનારાઓના નામ બદલવાનો આરોપ
જણાવી દઈએ કે ‘IC 814 : ધ કંધાર હાઈજેક’માં અપહરણ કરનારાઓના નામ બદલવાનો આરોપ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે ઐતિહાસિક ઘટના સાથે છેડછાડ કરી છે. હવે નેટફ્લિક્સ કન્ટેન્ટના વડાએ સરકારને ખાતરી આપી છે કે ભારતના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને જ આ પ્લેટફોર્મ પર સામગ્રી અપલોડ કરવામાં આવશે.
IC-814 series row : નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડે સરકારને આપ્યું આ આશ્વાસન
મીડિયા રિપોર્ટ મુજબ આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે એક બેઠક યોજાઈ હતી જેમાં નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડે સરકારને પોતાનો જવાબ આપતાં આશ્વાસન આપ્યું હતું. અહેવાલો અનુસાર, નેટફ્લિક્સે કહ્યું છે કે ભવિષ્યમાં તેઓ ક્યારેય એવી સામગ્રી અપલોડ કરશે નહીં જેનાથી દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે. વેબ સીરિઝ’IC 814 : ધ કંધાર હાઈજેક’ વિશે વાત કરતી વખતે એવું કહેવામાં આવ્યું છે કે Netflix ટીમ સીરિઝમાં દર્શાવવામાં આવેલા કન્ટેન્ટની સમીક્ષા કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : શું પવિત્રા પુનિયા એ કરી લીધા ગુપચુપ લગ્ન?અભિનેત્રી ની તસવીરો એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ
IC-814 series row : શા માટે આટલો બધો વિવાદ?
મહત્વનું છે કે વિજય વર્મા, પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ અને દિયા મિર્ઝા જેવા સ્ટાર્સની વેબ સિરીઝ ‘IC 814 : ધ કંધાર હાઈજેક’ 24 ડિસેમ્બર, 1999ના રોજ થયેલા પ્લેન હાઈજેક પર આધારિત છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટના રોજ સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ 6 એપિસોડ સીરિઝ જ્યારથી સ્ટ્રીમ થઈ છે ત્યારથી તેના પર વિવાદ શરૂ થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સિરીઝમાં નામ બદલીને હાઇજેકર્સની ઓળખ છુપાવવામાં આવી છે. સાથે જ ભોલા અને શંકર જેવા નામ આપીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.