News Continuous Bureau | Mumbai
IFFI 2023: ગોવામાં ગઈકાલથી 54મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલ માં ઘણા બોલિવૂડ સેલેબ્સે ભાગ લીધો હતો. આ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતને ભારતીય સિનેમામાં તેના યોગદાન માટે વિશેષ માન્યતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ સ્ટેજ પર માધુરી દીક્ષિતની પ્રતિભાની પ્રશંસા કરી હતી. તેમજ અનુરાગ ઠાકુરે માધુરી દીક્ષિતનું વિશેષ રીતે સન્માન કર્યું હતું.
માધુરી દીક્ષિત ને અનુરાગ ઠાકુરે કરી સન્માનિત
54માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના મંચ પર જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે માધુરી દીક્ષિતને તેના શાનદાર કામ અને સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન માટે વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમને લખ્યું છે કે, ‘માધુરી 4 દાયકાથી પોતાની પ્રતિભાથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે, ‘નિશા થી લઈને ‘ચંદ્રમુખી’ સુધીની અભિનેત્રીની વર્સેટિલિટીની કોઈ સીમા નથી. અમે અભિનેત્રીને ભારતીય સિનેમામાં તેના મહત્વપૂર્ણ યોગદાન માટે વિશેષ સન્માન પુરસ્કાર આપીને ખુશ છીએ.આ માધુરીની બોલિવૂડ સફરની ઉજવણી છે.’ આ રીતે અનુરાગ ઠાકુરે માધુરી દીક્ષિતનું વિશેષ સન્માન કરતી વખતે અભિનેત્રીની બોલિવૂડ સફર પણ શેર કરી.
An icon across the ages, @MadhuriDixit has graced our screens with unparalleled talent for four incredible decades.
From the effervescent Nisha to the captivating Chandramukhi, the majestic Begum Para to the indomitable Rajjo, her versatility knows no bounds.
Today, we are… pic.twitter.com/HlYUWHsWRY
— Anurag Thakur (@ianuragthakur) November 20, 2023
તમને જણાવી દઈએ કે, 54મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા સેરેમની 20 થી 28 નવેમ્બર સુધી ચાલશે.આ આંતરરાષ્ટ્રીય એવોર્ડમાં સલમાન ખાન, પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, અનુપમ ખેર, આયુષ્માન ખુરાના સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ વખતે OTT એવોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Sushmita sen: સુષ્મિતા સેન ના જન્મદિવસ પર તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડે કંઈક એવું કર્યું કે ચાહકો લગાવી રહ્યા છે આવું અનુમાન