News Continuous Bureau | Mumbai
Ikka Teaser Out: બોલિવૂડના બે દિગ્ગજ કલાકારો સની દેઓલ અને અક્ષય ખન્ના લાંબા સમય બાદ એકસાથે પડદા પર જોવા મળશે. તેમની નવી ફિલ્મ ‘ઇક્કા’ નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ટીઝરમાં બંને કલાકારો કોર્ટરૂમમાં એકબીજા સાથે ટકરાતા જોવા મળે છે. ખાસ કરીને અક્ષય ખન્નાનો લુક જોઈને ચાહકોને ‘ધુરંધર’ ના તેના પ્રખ્યાત પાત્ર ‘રહેમાન ડકૈત’ ની યાદ આવી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Golmaal 5: અજય દેવગણની ‘ગોલમાલ 5’ માં આ સુપરસ્ટાર ની થઇ એન્ટ્રી! રોહિત શેટ્ટીની કોમેડી ફ્રેન્ચાઇઝીમાં જોવા મળશે અત્યાર સુધીનો સૌથી મોટો ટ્વિસ્ટ
ઇક્કા નું ટીઝર
આ ફિલ્મ એક ઇન્ટેન્સ કોર્ટરૂમ ડ્રામા છે. ટીઝરની શરૂઆત સની દેઓલના પાત્રથી થાય છે, જે વકીલના ડ્રેસમાં સજ્જ છે પરંતુ તેના ચહેરા પર દુઃખ અને આંખોમાં ભેજ જોવા મળે છે. ત્યારે જ અક્ષય ખન્નાની એન્ટ્રી થાય છે, જેની નજરોમાં રહેલો ખૌફ પ્રેક્ષકોના રૂંવાડા ઉભા કરી દે તેવો છે. અક્ષયનો અંદાજ અને તેની ચાલ બિલકુલ રહેમાન ડકૈત જેવી જ લાગે છે.ટીઝરમાં એક સીન એવો છે જ્યાં સની દેઓલ અક્ષય ખન્નાની પૂછપરછ કરી રહ્યા છે અને અચાનક તેને જોરદાર મુક્કો મારે છે. જ્યારે અક્ષયનું પાત્ર ‘ટિક, ટિક બૂમ’ કહે છે, ત્યારે સની દેઓલ જોરથી ‘શટ અપ’ કહીને બૂમ પાડે છે. સનીનો આ રૌદ્ર અવતાર જોઈને ચાહકોને તેની આઈકોનિક ફિલ્મ ‘દામિની’ ના ગોવિંદ વકીલની યાદ આવી ગઈ છે. કોર્ટમાં સનીની બૂમ સાંભળીને દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય છે.
View this post on Instagram
સની દેઓલ અને અક્ષય ખન્નાની જોડી લગભગ 29 વર્ષ બાદ કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહી છે. છેલ્લે તેઓ 1997 માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સની અને અક્ષય ઉપરાંત દિયા મિર્ઝા, તિલોત્તમા શોમ, સંજીદા શેખ અને આકાંક્ષા રંજન કપૂર જેવા પ્રતિભાશાળી કલાકારો છે. ‘ઇક્કા’ ખૂબ જ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. મેકર્સે હજુ સુધી સત્તાવાર રિલીઝ ડેટની જાહેરાત કરી નથી, પરંતુ ટીઝરના રિસ્પોન્સ પરથી લાગે છે કે આ ફિલ્મ ઓટીટી પર લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)