News Continuous Bureau | Mumbai
Imtiaz ali: ફિલ્મ મેકર ઇમ્તિયાઝ અલી પંજાબના પહેલા રોકસ્ટાર ‘અમર સિંહ ચમકીલા’ના જીવન પર આધારિત ફિલ્મ ‘ચમકિલા’ દ્વારા નવ વર્ષ પછી દર્શકો સમક્ષ પરત ફરી રહ્યો છે. હાલ તેઓ તેમની ફિલ્મના પ્રમોશન માં વ્યસ્ત છે. આ દરમિયાન તેમને મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમને ફિલ્મ જબ વી મેટ ના ગીત મૌજા હી મૌજા વિશે વાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Bade miyan chote miyan: બડે મિયાં છોટે મિયાં નું પ્રમોશન કરવા અબુ ધાબી પહોંચેલા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ એ કર્યું આ કામ, વિડીયો જોઈ તમને પણ થશે ગર્વ
ઈમ્તિયાઝ અલી એ કર્યો મૌજા હી મૌજા વિશે ખુલાસો
ઈમ્તિયાઝ અલી એ તેમની ફિલ્મ જબ વી મેટ ના ગીત મૌજા હી મૌજા વિશે વાત કરતા જણાવ્યું કે, ‘જ્યારે અમે ‘મૌજા હી મૌજા’ ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમને લાગ્યું કે દર્શકોને આ ગીત પસંદ નહીં આવે કારણ કે તેના ગીતો પંજાબીમાં છે.’મૌજા હી મૌજા’ ગીત ઇર્શાદ કામિલે લખ્યું છે અને તે પંજાબનો છે. તેમને વિશ્વાસ હતો કે દર્શકોને આ ગીત ગમશે, પરંતુ જ્યારે આ ગીત બની રહ્યું હતું ત્યારે અમને લાગ્યું કે કોઈ તેને સમજશે નહીં. બધાને પંજાબી સમજાતું નથી. ‘જબ વી મેટ’ની રિલીઝ પછી, અમને ઘણા દર્શકો મળ્યા જેમણે કહ્યું કે તેઓ ‘મૌજા હી મૌજા’નો એક પણ શબ્દ સમજી શક્યા નથી, પરંતુ અમને તેના બિટ્સ ખૂબ પસંદ છે. શરૂઆતમાં કેટલાક લોકોએ એવું પણ કહ્યું હતું કે ‘જબ વી મેટ’ પંજાબી ફિલ્મ નથી, તો આ ગીતને તેમાં શા માટે સામેલ કરવામાં આવ્યું, પરંતુ ધીમે-ધીમે લોકોને આ ગીત ગમવા લાગ્યું.’