News Continuous Bureau | Mumbai
Hindustani 2 kamal haasan: કમલ હાસન તેની આગામી ફિલ્મ ‘ઈન્ડિયન 2’ ને લઈને ચર્ચામાં છે.નિર્માતાઓએ આ ફિલ્મનું આકર્ષક ઈન્ટ્રો ટીઝર રિલીઝ કર્યું છે. આ ડિરેક્ટર શંકરની પાન ઈન્ડિયા ફિલ્મ છે. જે 90ના દાયકામાં રિલીઝ થયેલી કમલ હાસન સ્ટારર ફિલ્મ ‘હિન્દુસ્તાની’ની સિક્વલ છે.આ ફિલ્મ બોલકબસ્ટર સાબિત થઇ હતી. તમને જણાવી દઈએ કે, ઇન્ડિયન 2 એ હિન્દી માં હિન્દુસ્તાની 2 તરીકે રિલીઝ થઇ રહી છે.હવે ફિલ્મના નિર્માતાઓ ઇન્ડિયન 2 નો ઇન્ટ્રોડક્શન પ્રોમો રિલીઝ કર્યો છે.
હિંદુસ્તાની 2 નું ટીઝર
‘હિન્દુસ્તાની 2’ના ટીઝરની શરૂઆતમાં, અભિનેતા કમલ હાસન મહાન દેશભક્તિના સંવાદો બોલતા જોવા મળે છે. આ વીડિયોમાં કમલ હાસન ઉપરાંત અભિનેતા સિદ્ધાર્થ અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળી રહ્યા છે. ટીઝર જોતા લાગી રહ્યું છે કે, કમલ હાસન ફિલ્મ ‘હિન્દુસ્તાની’ના 26 વર્ષ પછી પણ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ફિલ્મના ટીઝરમાં VFXનો ઉત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્તાની 2 ની રિલીઝ ડેટ
ફિલ્મ હિન્દુસ્તાની 2 આવતા વર્ષ 2024 સુધી જ રિલીઝ થશે. આ ફિલ્મ માં કમલ હાસન ઉપરાંત સિદ્ધાર્થ, રકુલ પ્રીત સિંહ અને કાજલ અગ્રવાલ જેવા મજબૂત સ્ટાર્સ છે. જ્યારે બ્રહ્માનંદમ આ ફિલ્મમાં પોતાની કોમેડીથી દર્શકોનું મનોરંજન કરશે.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan: શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ચાહકો ને ભેટ આપવાની સાથે સાથે અલગ અંદાજ માં આપી નેટફ્લિક્સ ને ધમકી, જુઓ ફની વિડીયો
			        
			        
                                                        