Site icon

Indian idol 14: ઇન્ડિયન આઇડલ ના મંચ પર રણબીર કપૂરે કર્યું એવું કામ કે લોકો થયા પ્રભાવિત, જુઓ શો નો નવો પ્રોમો

Indian idol 14: રણબીર કપૂર તેની આગામી ફિલ્મ એનિમલ નું જોર શોર થયો પ્રમોશન કરી રહ્યો છે. રણબીર અને રશ્મિકા એનિમલ નું પ્રમોશન કરવા ઇન્ડિયન આઇડલ ના સેટ પર પહોંચ્યા હતા. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

indian idol 14 promo ranbir kapoor touched the feet contestant

indian idol 14 promo ranbir kapoor touched the feet contestant

News Continuous Bureau | Mumbai 

 Indian idol 14: ઇન્ડિયન આઇડલ ટેલિવિઝન નો લોકપ્રિય શો છે.આ શો એ અત્યાર સુધી ઘણા સિંગર આપ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પોતાની ફિલ્મ નું પ્રમોશન કરવા આવા રિયાલિટી શો માં જતા હોય છે. હવે રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના તેમની ફિલ્મ એનિમલ નબુ પ્રમોશન કરવા ઇન્ડિયન આઇડલ ના સેટ પર પહોંચ્યા છે. આ એપિસોડ આ વિકેન્ડમાં ટેલિકાસ્ટ થશે. આ દરમિયાન મેકર્સે શો નો પ્રોમો રિલીઝ કર્યો છે. 

Join Our WhatsApp Community

 

ઇન્ડિયન આઇડલ માં આવ્યા રણબીર અને રશ્મિકા 

સોની ટીવી એ શો ઇન્ડિયન આઇડલ નો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટેજ પર ભવ્ય એન્ટ્રી કરે છે. આ પછી બંને કલાકારો સ્પર્ધકોની ગાયિકી નો આનંદ માણે છે. મેનુકા પૌડેલ ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર તમાશા ફિલ્મનું ગીત ‘અગર તુમ સાથ હો’ ગાતી જોવા મળે છે, મેનુકાનું ગીત સમાપ્ત થયા પછી, રણબીર સીધો રશ્મિકા મંદન્ના સાથે સતેજ પર આવે છે અને પછી મેનુકા પૌડેલના પગને સ્પર્શ કરે છે. આ દરમિયાન રણબીર કહેતો જોવા મળે છે કે, ‘રેણુકા જી, મારું નામ રણબીર છે અને હું તમારી પાસેથી આશીર્વાદ લેવા માંગુ છું. જ્યારે શ્રેયાજીએ પહેલીવાર સ્ટેજ પર ગીત ગાયું ત્યારે તેમને પણ આવી જ લાગણી થઈ હશે. જો શ્રેયા જીને દેવી કહેવામાં આવે છે તો તમે દેવી નંબર 2 છો.’


તમને જણાવી દઈએ કે હાલ માંજ એનિમલ નું ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે. 

આ સમાચાર પણ વાંચોઃ Alia bhatt on Animal: એનિમલ નું ટ્રેલર જોયા બાદ પતિ રણબીર કપૂર ની ફેન બની આલિયા ભટ્ટ, અધધ આટલી વાર જોયું ફિલ્મ નું ટ્રેલર

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version