News Continuous Bureau | Mumbai
હિમેશ રેશમિયા અને નેહા કક્કર હવે ‘ઈન્ડિયન આઈડલ’ની 14મી સીઝનનો ભાગ નહીં હોય. આ બે જજની જગ્યાએ કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ નવા અવાજને જજ કરશે. જજની સાથે શોના નવા હોસ્ટનું નામ પણ સામે આવ્યું છે. પરંતુ, સવાલ એ થાય છે કે આ વખતે સોની ટીવીએ ઈન્ડિયન આઈડલની આગામી સીઝન માટે આટલા મોટા ફેરફારો શા માટે કર્યા છે? હિમેશ રેશમિયા, નેહા કક્કર અને આદિત્ય નારાયણ આ વખતે શોનો ભાગ કેમ નહીં બને? ચાલો જાણીએ.
આ કારણ થી નેહા કક્કર અને હિમેશ રેશમિયા નહીં કરે ઇન્ડિયન આઇડોલ ને જજ
મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે હિમેશ રેશમિયા ને ઈન્ડિયન આઈડલ 14 વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘હું આ વખતે ‘સા રે ગા મા પા’ને જજ કરવાનો છું. તેથી જ તારીખ ની સમસ્યા હતી. ઈન્ડિયન આઈડલ 14 અને મારી તારીખો મેળ ખાતી ન હતી. પરંતુ, મને ખુશી છે કે કુમાર સાનુ જી આ વખતે શોને જજ કરશે.
આ સમાચાર પણ વાંચો : hussain kuwajerwala: પાંચ વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહ્યો છે હુસૈન કુવાજેરવાલા, આ શો માં જોવા મળશે કુમકુમ ફેમ અભિનેતા
આદિત્ય નારાયણ ની જગ્યા એ હુસૈન કુવાજેરવાલા હોસ્ટ કરશે ઇન્ડિયન આઇડોલ 14
હિમેશ રેશમિયા અને નેહા કક્કરની જગ્યાએ કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આદિત્ય નારાયણની જગ્યાએ હુસૈન કુવાજેરવાલા ને શોનો હોસ્ટ બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, હુસૈન કુવાજેરવાલા આઠ વર્ષ બાદ ઈન્ડિયન આઈડલના સેટ પર પરત ફરી રહ્યો છે. આ માહિતી તેણે પોતે આપી છે. તેણે કહ્યું કે તે આદિત્ય નારાયણનું સ્થાન લેશે.તમને જણાવી દઈએ કે, હિમેશ રેશમિયાની જેમ નેહા કક્કર અને આદિત્ય નારાયણ પણ સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’માં વ્યસ્ત છે.