ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 ઓક્ટોબર 2020
ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા…’ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડી રહ્યો છે. જો કે આ શૉમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. આમ છતાં લોકપ્રિયતાના મામલે તેણે સતત પ્રગતિ જ કરી છે. 12 વર્ષથી લોકોના મન પર રાજ કરી રહેલા આ શોની ટીમ હાલમાં જ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર પહોંચી હતી. ટીમની સાથે શોના પ્રોડ્યુસર આસિત મોદી પણ હતા. કમી માત્ર દયાબેનની હતી. જોકે આ કમી રુતુજાએ પૂરી કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી છેલ્લા 1-2 વર્ષથી શોથી દૂર છે અને મેકર્સ તેની રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે એવા પણ અહેવાલો વહેતા થયા હતા કે મેકર્સ નવા દયાબેનની શોધમાં છે. પરંતુ 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં જઈને લાગે છે કે તેમની આ શોધ પૂરી થઈ ગઈ. શોમાં તેમને કોરિયોગ્રાફર રુતુજાના રૂપમાં નવા દયાબેન મળી ગયા. આ નવા દયાબેન સુંદર તો છે જ સાથે ખુબ ટેલેન્ટેડ પણ છે. નવા દયાબેનનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યોછે. જે તેમના પ્રશંસકોને ખુબ પસંદ પડ્યો છે. કહેવાય છે કે નવા દયાબેનને જોતા જ શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ પોતાના શોમાં લેવાનો નિર્ણય કરી લીધો છે.