Ruby Bhatia VJ Journey| ભારતની પ્રથમ VJ રૂબી ભાટિયા સ્ટારડમ છોડી બની સંન્યાસી, લગ્ન અને પરિવારના દબાણે બદલી નાખી જિંદગી

Ruby Bhatia VJ Journey| ગ્લેમરથી મોક્ષ સુધીની સફર 18 વર્ષની ઉંમરે લીધો હતો સંન્યાસનો નિર્ણય, ઈસ્કોન સાથે જોડાયા બાદ પણ પરિવારના દબાણે છોડવો પડ્યો આધ્યાત્મિક માર્ગ, હવે જીવી રહ્યા છે સાદગીભર્યું જીવન.

by Zalak Parikh
Ruby Bhatia VJ Journey| ભારતની પ્રથમ VJ રૂબી ભાટિયા સ્ટારડમ છોડી બની સંન્યાસી, લગ્ન અને પરિવારના દબાણે બદલી નાખી જિંદગી

 

News Continuous Bureau | Mumbai

Ruby Bhatia VJ Journey| મિસ ઈન્ડિયા કેનેડા બન્યા બાદ મુંબઈ આવેલી રૂબી ભાટિયાએ 1990ના દાયકામાં વીજે (VJ) તરીકે અપાર લોકપ્રિયતા મેળવી હતી. જોકે, અંદરથી તેઓ શાંતિ અને મોક્ષની શોધમાં હતા. એક પોડકાસ્ટ માં રૂબીએ જણાવ્યું કે કેવી રીતે કારકિર્દીની ટોચ પર હોવા છતાં તેમણે આધ્યાત્મિકતા માટે ગ્લેમરની દુનિયાથી અંતર રાખવાનું નક્કી કર્યું હતું.

18 વર્ષની ઉંમરે લીધો હતો સંન્યાસનો નિર્ણય

રૂબીએ જણાવ્યું કે જ્યારે તેઓ માત્ર 18 વર્ષના હતા ત્યારે જ તેમણે નક્કી કરી લીધું હતું કે તેમને આ ભૌતિક દુનિયામાંથી કંઈ જોઈતું નથી. તેમના માટે જીવનનો સૌથી મોટો હેતુ ‘મોક્ષ’ હતો. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તેઓ બધું છોડીને આધ્યાત્મિકતા તરફ વળ્યા, ત્યારે જ તેમને રાતોરાત સફળતા અને શોહરત મળવા લાગી. તેઓ કહે છે, “મેં બધું ત્યાગી દીધું હતું અને તેમ છતાં મને બધું જ મળી ગયું હતું.”

લગ્ન અને છૂટાછેડાનો સંઘર્ષ

22 વર્ષની ઉંમરે રૂબીએ સિંગર નીતિન બાલી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં. બે-ત્રણ વર્ષમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા. આ આઘાત બાદ તેઓ ઈસ્કોન (ISKCON) સાથે જોડાયા અને પાંચ-છ વર્ષ સુધી ત્યાં ભક્તિમાં ડૂબેલા રહ્યા. તેઓ પોતાના શૂટિંગ પૂરા કરીને તરત જ ઈસ્કોન પહોંચી જતા હતા, જ્યાં તેમને માનસિક શાંતિ મળતી હતી.

પરિવારનું દબાણ અને બીજી ઇનિંગ

ભક્તિમાં વધારે ડૂબેલા જોઈને રૂબીના પરિવારજનો ચિંતિત થયા અને તેમના પર લગ્ન તથા બાળકો માટે દબાણ કરવા લાગ્યા. આખરે ભારે હૈયે તેમણે ઈસ્કોન છોડવું પડ્યું. એ સમયે તેમની પાસે નામ અને પૈસા બધું જ હતું પણ તેઓ ખુશ નહોતા. બાદમાં વર્ષ 2009માં તેમણે અજીત દત્તા સાથે બીજા લગ્ન કર્યા. હાલમાં તેઓ લાઈફ કોચ બનીને લોકોને જીવનમાં સંતુલન જાળવવામાં મદદ કરી રહ્યા છે અને પતિ સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Fact Check। આલિયા ભટ્ટનો મેટ ગાલા લુક વાયરલ જાણો શું છે આ ‘પ્રિન્સેસ’ વાળા ફોટા પાછળની હકીકત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More