News Continuous Bureau | Mumbai
India’s Got Latent Row: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં માતા પિતા પર અભદ્ર ટિપ્પણી કર્યા બાદ રણવીર અલ્લાહબાદીયા ને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ મામલે તેમની વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી હતી હવે ગઈકાલે રણવીર અલ્લાહબાદીયા અને આશિષ ચંચલાની નવી મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર સાયબર સેલ માં પોતાનું નિવેદન નોંધાવવા પહોંચ્યા હતા.નિવેદન નોંધાવી બહાર નીકળતી વખતે મીડિયા કર્મીઓએ તેમની ઘેરી લીધા હતા. આ દરમિયાન રણવીર ની હરકત કેમેરા માં કેદ થઇ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો: Bobby deol: બાબા નિરાલા ની જેમ વૈભવી જીવન જીવે છે બોબી દેઓલ, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે
કેમેરા સામે મોઢું છુપાવતો જોવા મળ્યો રણવીર અલ્લાહબાદીયા
મીડિયા રિપોર્ટ મુજબ રણવીર અલ્લાહબાદિયા અને આશિષ ચંચલાની સોમવારે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કેસમાં પોતાના નિવેદનો નોંધાવવા માટે હાજર થયા હતા.પોતાનું નિવેદન નોંધાવી બહાર નીકળી રહેલા રણવીર ને મીડિયા કર્મીઓએ ઘેરી લીધો હતો. મીડિયા ના કેમેરા જોઈ રણવીર તરત જ ગાડી માં આગલી સીટ પર બેસી ગયો અને હાથ થી પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો.
#WATCH | Maharashtra: YouTubers Ashish Chanchlani and Ranveer Allahbadia leave from the Maharashtra Cyber Cell Headquarters in Navi Mumbai after recording their statements in connection with India’s Got Latent case. pic.twitter.com/zpNIrz6XZK
— ANI (@ANI) February 24, 2025
રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્ર સાયબર દ્વારા જારી કરાયેલા સમન્સના જવાબમાં રણવીર અલ્લાહબાદિયા અને આશિષ ચંચલાની બપોરે નવી મુંબઈના મહાપે ખાતેના મુખ્યાલય પહોંચ્યા હતા..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)