Indira Gandhi and Nargis dutt: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માં થયો મોટો બદલાવ, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે આ દિગ્ગ્જ અભિનેત્રી ના નામ ની થઇ બાદબાકી

indira gandhi and nargis dutt names removed from national award categories

News Continuous Bureau | Mumbai 

 Indira Gandhi and Nargis dutt: ભારત દેશ માં નેશનલ ફિલ્મ એવોર્ડ એ પ્રતિષ્ઠિત એવોર્ડ માનો એક છે. હવે આ એવોર્ડ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ નેશનલ ફિલ્મ એવોર્ડ માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્મ ની બે કેટેગરી ના નામ અને ઈનામી રકમ માં ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને દિવંગત અભિનેત્રી નરગીસ દત્તનું નામ ફિલ્મ એવોર્ડ કેટેગરીમાં પડતું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2022ના નિયમો વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવતા પુરસ્કારોને તર્કસંગત બનાવવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોને પ્રતિબિંબિત કરે છે. આ ફેરફારોમાં રોકડ પુરસ્કારોમાં વધારો અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ સહિત અનેક પુરસ્કારોનો સમાવેશ થાય છે. 

આ સમાચાર પણ વાંચો : Mithun chakraborty: હોસ્પિટલમાંથી રજા મળતા પીએમ મોદી એ મિથુન ચક્રવર્તી સાથે કર્યું એવું કામ કે તમે પણ કહેશો બરાબર કર્યું

રાષ્ટીય ફિલ્મ પુરસ્કાર માં થયો બદલાવ 

કમિટીના એક સભ્યએ નામ ન આપવાની શરતે મીડિયા ને જણાવ્યું, “કમિટીએ રોગચાળા દરમિયાન થયેલા ફેરફારો પર વિચાર કર્યો હતો. આ ફેરફારો કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.સમિતિના સભ્ય એક ફિલ્મ નિર્માતા એ મીડિયા ને જણાવ્યું હતું કે તેઓએ ડિસેમ્બરમાં તેમની અંતિમ ભલામણો આપી હતી.સમિતિ દ્વારા કરવામાં આવેલા ફેરફારો મુજબ, શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ માટેના ઈન્દિરા ગાંધી એવોર્ડનો ઉલ્લેખ હવે માત્ર દિગ્દર્શક માટે શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ તરીકે કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય એકતા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે નરગીસ દત્ત એવોર્ડનું નામ બદલીને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રીય, સામાજિક મૂલ્ય પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ ફિલ્મોને આ શ્રેણીમાં મર્જ કરવામાં આવશે. ઈનામની રકમ, જે અગાઉ નિર્માતા અને દિગ્દર્શક વચ્ચે વહેંચવામાં આવતી હતી, તે હવે માત્ર નિર્દેશકને જ આપવામાં આવશે. દિગ્દર્શકને સ્વર્ણ કમલ અને 3 લાખ રૂપિયાથી સન્માનિત કરવામાં આવશે. દરમિયાન, ઈન્દિરા ગાંધી અને નરગીસ દત્તના નામની બાદબાકી પાછળના ચોક્કસ કારણ અંગે કોઈ સ્પષ્ટતા બહાર આવી નથી.