News Continuous Bureau | Mumbai
Ira khan wedding: આમિર ખાન ની દીકરી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે રજીસ્ટર મેરેજ કર્યા છે. હવે ઇરા અને નૂપુર ના 8 જાન્યુઆરી એ પારંપરિક રીતે ઉદયપુર માં લગ્ન થશે. ઇરા અને નૂપુર ના રજીસ્ટર મેરેજ ના ઘણા વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાંના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.આ વિડીયો માં લગ્ન બાદ ઇરા નો સુર બદલાયેલો જોવા મળ્યો હતો. તે તેના પતિ નૂપુર ને ત્યાંથી જવા માટે કહી રહી હતી. જેને જોઈને ત્યાં ઉપસ્થિત મહેમાનો પર દંગ રહી ગયા હતા. અને હસવા લાગ્યા હતા.
ઇરા એ નૂપુર ને ત્યાંથી જવા માટે કહ્યું
ઇરા અને નૂપુર ના લગ્ન નો એક વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં ઇરા સ્ટેજ પર માઈક લઈને ઉભી છે અને તે માઈક માં નૂપુર ને કહે છે ‘હવે જા જઈને સ્નાન કર. ગુડ બાય.’ આ સાંભળીને બધા હસવા લાગે છે અને જોરથી તાળીઓ પાડવા લાગે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે નૂપુર તેના લગ્ન માં ગંજી અને શોર્ટ્સ માં દોડ લગાવી ને પહોંચ્યો હતો અને આ જ કપડામાં તેને રજીસ્ટર મેરેજ કર્યા હતા. મેરેજ થયા બાદ ઇરા તેને સ્નાન કરવાનું કહી રહી હતી ઈરા ની આ વાત પર ત્યાં ઉપસ્થિત મહેમાનો ચોંકી ગયા હતા અને ત્યારબાદ હસવા લાગ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Ira khan Nupur shikhre wedding: ઇરા ખાન અને નૂપુર શિખરે ને લગ્ન માં આશીર્વાદ આપવા આવી ભારત ની આ મોટી હસ્તી, આમિર ખાન અને કિરણ રાવે કર્યું તેમનું ઉષ્મભેર સ્વાગત, જુઓ વિડીયો