News Continuous Bureau | Mumbai
Ira khan and Nupur shikhre: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ની દીકરી ઇરા ખાન તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ છે. ઇરા અને નૂપુરે 3 જાન્યુઆરી એ રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ બંને ના ભવ્ય લગ્ન નું આયોજન ઉદયપુર માં કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ઉદયપુર માં લગ્ન ના પ્રિ વેડિંગ ફંક્શન યોજાયા હતા. ત્યારબાદ ગઈકાલે બંને ખુબ ધૂમધામ થી ક્રિશ્ચ્યન રીતિ રિવાજ મુજબ લગ્ન ના બંધન માં બંધાયા હતા. જેનો વિડીયો સામે આવ્યો છે.
ઇરા અને નૂપુરે ક્રિશ્ચ્યન રીતિ રિવાજ મુજબ કર્યા લગ્ન
ઇરા અને નૂપુર ના લગ્ન નો વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, ઉદયપુરની હોટેલ તાજ અરવલી પેલેસ ના મયુર બાગને વ્હાઇટ થીમથી સજાવવામાં આવ્યો છે.ઇરા સફેદ કલર ના ગાઉન માં સુંદર લાગી રહી છે જયારે નૂપુર પેન્ટ સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. ઇરા ખાન હાથમાં ફૂલનો ગુલદસ્તો લઈને નૂપુર સાથે રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ મુજબ લગ્ન બાદ વર-વધુ ના પરિવાર આજે 11 જાન્યુઆરીએ મુંબઈ પરત આવશે ત્યારબાદ 13 જાન્યુઆરી એ મુંબઈ માં ભવ્ય રિસેપ્શન યોજાશે.
આ સમાચાર પણ વાંચો : Ira khan and Nupur shikhre: ઇરા ખાન ના હાથ પર સજી નૂપુર ના નામ ની મહેંદી, લગ્ન ના પ્રી વેડિંગ ફંક્શન માં જોવા મળ્યો વર-વધુ નો જબરજસ્ત ડાન્સ, જુઓ વિડિયો