News Continuous Bureau | Mumbai
Ira Khan wedding: આમિર ખાન ની દીકરી ઇરા ખાને ગઈકાલે તેના બોયફ્રેન્ડ મુપુર શિખરે સાથે રજીસ્ટર મેરેજ કર્યા હતા. રજીસ્ટર મેરેજ બાદ કપલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ઇરા અને નૂપુર જયારે રજીસ્ટર મેરેજ કરી રહ્યા હતા ત્યારે તેમના પરિવાર વાળા ખુબ ખુશ જોવા મળ્યા હતા.
ઇરા અને નૂપુરે કર્યા રજીસ્ટર મેરેજ
સોશિયલ મીડિઅય પર ઇરા અને નૂપુર નો રજીસ્ટર મેરેજ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે ઇરાએ દુલ્હન ના અવતાર માં જોવા મળી રહી છે. જ્યારેકે નૂપુર સૂટ બુટ ની જગ્યા એ જિમ ના કપડામાં જોવા મળી રહ્યો છે.વિડીયો માં ઇરા ખાન અને નૂપુર શિખરે ને કાગળ પર સહી કરતા જોઈ શકાય છે..આ દરમિયાન આમિર ખાનના પરિવાર અને નૂપુર ના પરિવાર ના લોકો જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, ઇરા ખાન ને નૂપુર શિખરે એ ઘણા સમય એકબીજાને ડેટ કર્યા બાદ પરિવાર અને મિત્રો ની હાજરી માં સગાઇ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Ira khan wedding: આમિર ખાન ની દીકરી ઈરા ખાને તેના લગ્ન માં મળવાની ભેટ ને લઈને કર્યો આ ખુલાસો,મેહમાનો ને ગિફ્ટ ને જગ્યા એ કરવું પડશે આ કામ