News Continuous Bureau | Mumbai
Ira khan wedding: આમિર ખાન અને રીના દત્તા ની દીકરી ઇરા ખાન આજે તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન ના બંધન માં બંધાશે.ઇરા અને નૂપુર ના લગ્ન ની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પહેલા બંને ની હલ્દી સેરેમની માં ઇરા ની માતા રિના દત્તા તેમજ આમિર ખાન ની બીજી પત્ની એટલેકે કિરણ રાવ નવવારી સાડી માં જોવા મળ્યા હતા. ઇરા અને નૂપુર ના લગ્ન મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ થવાના છે. મીડિયા રિપોર્ટ મુજબ પહેલા બંનેના રજિસ્ટર્ડ લગ્ન થશે. આ પછી લગ્નની તમામ વિધિઓ થશે.
ઇરા ખાને તેના લગ્ન ની ગિફ્ટ ને લઈને કરી જાહેરાત
ઇરા ખાન અને નૂપુર શિખરે ના આજે લગ્ન થવાના છે.લગ્ન માં મળવાની ગિફ્ટ ને લઈને ઇરા ખાન અને નૂપુર શિખરે એ એક ખુબજ સરસ નિર્ણય લીધો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ઇરા એ ગિફ્ટ લેવાની ના પાડી છે. ઇરા એ કહ્યું કે, ‘જો મહેમાનો ભેટ દ્વારા આશીર્વાદ આપવા માંગતા હોય, તો તેમણે કોઈપણ ભેટને બદલે અગાત્સુ ફાઉન્ડેશનને દાન આપવું જોઈએ.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે,ઇરા માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સમર્પિત બિન-લાભકારી સંસ્થા અગાત્સુ ના સ્થાપક અને CEO તરીકે સેવા આપે છે.
આ સમાચાર પણ વાંચો : Aamir khan: અભિનય બાદ હવે આમિર ખાન ને લાગ્યો આ વસ્તુ નો ચસ્કો, આ ક્ષેત્ર ની લઇ રહ્યો છે તાલીમ