Irrfan khan death anniversary: ઇરફાન ખાન ને ઘરવાળા કહેતા હતા બ્રાહ્મણ,મુસ્લિમ હોવા છતાં નહોતો કરતો આ કામ, જાણો અભિનેતા ની ડેથ એનિવર્સરી પર તેની સાથે જોડાયેલી વાતો

irrfan khan death anniversary his father called him brahmin
irrfan khan death anniversary his father called him brahmin

News Continuous Bureau | Mumbai

Irrfan khan death anniversary: બોલિવૂડ ને ઘણી યાદગાર ફિલ્મો આપનાર અભિનેતા ઈરફાન ખાન નું નિધન 29 એપ્રિલ 2020 ના રોજ થયું હતું. આજે તેમની ચોથી ડેથ એનિવર્સરી છે. તે ‘ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર’ સાથે લડાઈ લડી રહ્યો હતો. મુસ્લિમ પરિવારમાં જન્મેલા ઈરફાન ખાનને નોન-વેજ ફૂડ પસંદ નહોતું અને તેણે એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું. તે શાકાહારી હતો. આ કારણે લોકો તેને બ્રાહ્મણ કહેતા.

આ સમાચાર પણ વાંચો: Salman khan firing case: સલમાન ખાન ફાયરિંગ કેસમાં આવ્યું મોટું અપડેટ, અનમોલ બિશ્નોઇ વિરુદ્ધ જારી કરાઈ આ નોટિસ

ઈરફાન ખાન વિશે રસપ્રદ વાતો 

ઈરફાન ખાનનો જન્મ 7 જાન્યુઆરી 1967ના રોજ એક પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ સાહબજાદે ઈરફાન અલી ખાન હતું. અભિનેતાએ તેના ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બાળપણથી શાકાહારી છે. નોન-વેજ ન ખાવાને કારણે તેના પિતા મજાકમાં તેને બ્રાહ્મણ કહેતા. તેમના પિતા વારંવાર તેને કહેતા કે પઠાણના ઘરે બ્રાહ્મણ નો જન્મ થયો છે. પિતા પછી આસપાસના લોકો પણ તેને બ્રાહ્મણ કહેવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Babil (@babil.i.k)


મીડિયા રિપોર્ટ મુજબ , ઈરફાન ના પિતા ઘણીવાર તેને શિકાર કરવા લઈ જતા હતા. ઈરફાનને જંગલનું વાતાવરણ તો ગમતું પરંતુ તેને કોઈ પ્રાણીઓની હત્યા કરે તે પસંદ ન હતું. તેણે પ્રાણીઓ સાથેઅલગ જ જોડાણ હતું.  તેણે આ વાત ઘણી વખત કહી અને પ્રાણીઓ સાથે જોડાણની લાગણીને કારણે તે ક્યારેય માંસ ખાઈ શક્યો નહીં. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!