Isha Ambani: ઈશા અંબાણીનો રોબર્ટો કાવાલી લુક બન્યો ચર્ચાનો વિષય,કચ્છની પરંપરાગત બાંધણી કળા અને ઇટાલિયન કાઉચરનું જોવા મળ્યું ભવ્ય સંયોજન

Isha Ambani: ઈશા અંબાણીનો રોબર્ટો કાવાલી નો લુક ચર્ચા નો વિષય બન્યો છે. ઈશા ના આ લુક માં ભારતીય કળા અને ઇટાલિયન ફેશનનો અદભૂત મેળ જોવા મળ્યો હતો.

by Zalak Parikh
Isha Ambani Stuns in Roberto Cavalli’ Custom Bandhani Gown: A Fusion of Indian Artistry and Italian Drama

News Continuous Bureau | Mumbai

Isha Ambani: ઈશા અંબાણી ફરી એકવાર પોતાના ફેશન સેન્સથી ચર્ચામાં છે. આ વખતે તેણે ઇટાલિયન ડિઝાઇનર રોબર્ટો કાવાલીમાટે ખાસ બનાવેલો પિન્ક કલરનો બંધણી ગાઉન પહેર્યો, જે કચ્છના સ્થાનિક કલાકારો દ્વારા મહીનાઓ સુધી હસ્તકલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ લુકને સ્ટાઇલિસ્ટ અનાઈતા શ્રોફ અડાજનિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : War 2: યશરાજની સૌથી મોંઘી સ્પાય ફિલ્મ બની ‘વોર 2’, રિતિક રોશન ને મળી જુનિયર એનટીઆર કરતા ઓછી ફી

ફેશન અને વારસાની ભવ્ય જોડણી

આ ગાઉન 2012ના પ્રોજેક્ટ રેનેસાંસ પરથી પ્રેરિત છે, જેમાં મેરૂન કલરના હલ્ટર-નેક ફિશટેલ ગાઉનમાં ગોલ્ડન બ્રોકેડ એમ્બ્રોઇડરી હતી. ઈશાના પિન્ક ગાઉનમાં પણ સમાન ગોલ્ડન ડિટેઇલિંગ જોવા મળી. આ લુક ફેશન અને વારસાની ભવ્ય જોડણીનું પ્રતિનિધિત્વ કરે છે.ઈશાએ પિંક અને વ્હાઈટ ડાયમંડ આકારની ઇયરિંગ્સ, નાજુક રિંગ્સ અને સ્લીક બ્રેસલેટ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)


ડિજિટલ ક્રિએટર ડાયેટ સબ્યા એ આ લુકને “ભારતીય ટેક્સટાઈલને વૈશ્વિક ફેશન હાઉસ દ્વારા પુનઃકલ્પિત કરવાનું જિનીયસ પગલું” ગણાવ્યું. નેટિઝન્સે પણ “Stunning”, “Epic” જેવા પ્રતિસાદ આપ્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More