News Continuous Bureau | Mumbai
Ishaan khatter : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની જોરદાર એક્ટિંગથી એક ખાસ ઓળખ બનાવી છે. 50 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેલા અમિતાભ બચ્ચને એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. અમિતાભ બચ્ચન નવી પેઢીના કલાકારો માટે પણ રોલ મોડેલ છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેતા ઈશાન ખટ્ટરે અમિતાભ બચ્ચન સાથેના તેના અનુભવ અંગે અનેક ખુલાસા કર્યા છે. ઈન્ટરવ્યુ દરમિયાન ઈશાન ખટ્ટરે જણાવ્યું કે એકવાર તેણે ફિલ્મ ‘સૂર્યવંશમ’ના સેટ પર અમિતાભ બચ્ચનની દાઢી ખેંચી હતી. આ સાથે ઈશાન ખટ્ટરે જણાવ્યું છે કે અમિતાભ બચ્ચને તેને સ્કૂલમાં એડમિશન અપાવવામાં મદદ કરી હતી.
ઈશાન ખટ્ટરે શેર કર્યો અમિતાભ બચ્ચન સાથે નો કિસ્સો
ઈશાન ખટ્ટરે સૂર્યવંશમના સેટ પર અમિતાભ બચ્ચનની દાઢી ખેંચવાની ઘટનાને યાદ કરી. મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈશાન ખટ્ટરે જણાવ્યું કે, તેની માતા નીલિમા અઝીમ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘સૂર્યવંશમ’માં કામ કરી રહી હતી. તે પોતાની માતા સાથે ફિલ્મના સેટ પર ગયો હતો. ઈશાન ખટ્ટરે કહ્યું, ‘મેં અમિતાભ બચ્ચનને જોયો અને ‘બલે મિયાં, બલે મિયાં’ ની બૂમો પાડવા લાગ્યો. તેમણે મને જોયો અને અમે મિત્રો બની ગયા. હું તેમની દાઢી ખેંચતો. ઈશાન ખટ્ટરે વધુમાં કહ્યું, ‘તે સમયે હું બે-ત્રણ વર્ષનો હતો અને માતા મને તેની સાથે સેટ પર લઈ જતી હતી કારણ કે હું ઘણો નાનો હતો અને તેની પાસે આયા ન હતી.’
આ સમાચાર પણ વાંચો : RBI Repo Rate: RBIનો મોટો નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં… ફુગાવો વધવાની ધારણા.. જાણો સંપુર્ણ માહિતી અહીં…
અમિતાભ બચ્ચને આ રીતે કરી ઈશાન ખટ્ટરને મદદ
ઈશાન ખટ્ટરે એ પણ જણાવ્યું કે કેવી રીતે અમિતાભ બચ્ચને તેને સ્કૂલમાં એડમિશન અપાવવામાં મદદ કરી. ઈશાન ખટ્ટરે કહ્યું કે તેની માતા જે શાળા માં તેનું એડમિશન કરાવવાં માંગતી હતી તે શાળામાં અમિતાભ બચ્ચન અંગત રીતે શાળાના સત્તાવાળાઓ પાસે ગયા હતા અને તેમને એડમિશન અપાવવામાં મદદ કરી હતી. નીલિમા અઝીમને આ સ્કૂલમાં ઈશાન ખટ્ટરને એડમિશન અપાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.