કોરોનાકાળમાં મસીહા બનેલા બોલીવુડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી, આજે ફરી સર્વે માટે ત્રાટકી IT વિભાગની ટીમ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

કોરોનાકાળમાં મસીહા બનેલા અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. 

અભિનેતા સોનુ સૂદને લગતી જગ્યાઓ પર બુધવારે 20 કલાકના દરોડા બાદ IT વિભાગની ટીમ આજે પણ દરોડા પાડવા પહોંચી છે. 

જાણવા મળ્યા મુજબ સોનુ સૂદના ફાઈનાન્સિયલ રેકોર્ડ્સ, ઈનકમ, એકાઉન્ટ બુક્સ, ખર્ચા સાથે સંકળાયેલા ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.

આવકવેરા વિભાગની ટીમે બુધવારે સોનુ સૂદ સાથે સંકળાયેલા 6 સ્થળોનો સર્વે કર્યો હતો.

જોકે અત્યાર સુધી IT વિભાગે આ સર્વેમાં શું પ્રાપ્ત કર્યું છે તેની માહિતી શેર કરી નથી અને આ મામલે સોનુ સૂદનું પણ કોઈ રિએક્શન સામે આવ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે સોનુ સૂદે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. તેઓ દિલ્હી સરકારના દેશના માર્ગદર્શક કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા હતા. 

સત્તા માટે જંગ! તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે આ કારણે થયું સંઘર્ષ, અફઘાનના નાયબ વડાપ્રધાને કાબુલ છોડી દીધું

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment