ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
કોરોનાકાળમાં મસીહા બનેલા અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
અભિનેતા સોનુ સૂદને લગતી જગ્યાઓ પર બુધવારે 20 કલાકના દરોડા બાદ IT વિભાગની ટીમ આજે પણ દરોડા પાડવા પહોંચી છે.
જાણવા મળ્યા મુજબ સોનુ સૂદના ફાઈનાન્સિયલ રેકોર્ડ્સ, ઈનકમ, એકાઉન્ટ બુક્સ, ખર્ચા સાથે સંકળાયેલા ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગની ટીમે બુધવારે સોનુ સૂદ સાથે સંકળાયેલા 6 સ્થળોનો સર્વે કર્યો હતો.
જોકે અત્યાર સુધી IT વિભાગે આ સર્વેમાં શું પ્રાપ્ત કર્યું છે તેની માહિતી શેર કરી નથી અને આ મામલે સોનુ સૂદનું પણ કોઈ રિએક્શન સામે આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે સોનુ સૂદે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. તેઓ દિલ્હી સરકારના દેશના માર્ગદર્શક કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા હતા.