News Continuous Bureau | Mumbai
James Bond: જેમ્સ બોન્ડ ના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ જેમ્સ બોન્ડ ઈન્ટરનેટ પર ટ્રેન્ડ .કરી રહ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એરોન ટેલર-જહોનસન ને જેમ્સ બોન્ડ નો રોલ ઓફર કરવામાં આવ્યો છે. ડેનિયલ ક્રેગ ની જગ્યા લેશે. એક બ્રિટિશ મીડિયા રિપોર્ટ મુજબ એરોન ટેલર-જહોનસન જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવવા માટે કરાર પર ગમે ત્યારે હસ્તાક્ષર કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : R madhavan: 3 ઇડિયટ ના એક સીન ના શૂટિંગ પહેલા આમિર ખાન, આર માધવન અને શર્મન જોશી એ કરી હતી આવી હરકત, ફિલ્મ ના 15 વર્ષ બાદ થયો ખુલાસો
એરોન ટેલર-જહોનસન ભજવશે જેમ્સ બોન્ડ ની ભૂમિકા
મીડિયા રિપોર્ટ માં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એરોન ટેલર-જ્હોનસનને ઔપચારિક રીતે ભૂમિકાની ઓફર કરવામાં આવી છે જોકે ફિલ્મ જેમ્સ બોન્ડના નિર્માતા EON પ્રોડક્શને આ અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
Aaron Taylor-Johnson has been offered the role of James Bond, taking over from Daniel Craig, The Sun reports.
He is expected to sign the contract in the next few days. pic.twitter.com/KwOlbnAysq
— Pop Crave (@PopCrave) March 19, 2024
EON ના એક સ્ત્રોતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ‘જેમ્સ બોન્ડ તરીકે ડેનિયલ ક્રેગનું સ્થાન કોણ લઈ રહ્યું છે તેની વિગતો જાહેર કરવામાં થોડો સમય લાગશે.’ બીજી તરફ એરોન ટેલર-જહોનસને હજુ સુધી આ અહેવાલોને નકારી કાઢ્યા નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)