ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
હૉલિવુડ સ્ટાર ડેનિયલ ક્રેગ જેમ્સ બૉન્ડ સિરીઝની આગામી ફિલ્મ ‛નો ટાઇમ ટુ ડાઇ’ના છેલ્લા સીનનું શૂટિંગ કર્યા પછી ભાવુક થઈ ગયા. ખરેખર, તે છેલ્લી વખત જેમ્સ બૉન્ડના રોલમાં જોવા મળશે.
મીડિયા રિપૉર્ટ્સ અનુસાર ડેનિયલ ક્રેગ પર બનેલી એક ડૉક્યુમેન્ટ્રીમાં તેમની છેલ્લી ફિલ્મના છેલ્લા સીનનું શૂટિંગ કરતો બતાવવામાં આવ્યો છે. શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અભિનેતાએ હૃદયસ્પર્શી ભાષણ આપ્યું. તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ ભાવુક થઈ ગયા અને એકબીજાને ગળે લગાવવા લાગ્યા.
અભિનેતાએ ભાવુક થઈને કહ્યું, 'અહીં હાજર ઘણા લોકોએ મારી સાથે પાંચ ફિલ્મોમાં કામ કર્યું છે. હું જાણું છું કે આ ફિલ્મો વિશે હું જે વિચારું છું, તેના વિશે ઘણું કહેવામાં આવી ગયું છે, પરંતુ મને આ ફિલ્મોની દરેક પળ પસંદ આવી છે. કારણ કે મને રોજ સવારે તમારી સાથે કામ કરવાની તક મળી. તે મારા જીવનનો સૌથી મોટો ઍવૉર્ડ રહ્યો છે.
એક વાત જણાવી દઈએ કે ‛નો ટાઇમ ટુ ડાઇ’ ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર 28 સપ્ટેમ્બરે લંડનના રૉયલ આલ્બર્ટ હૉલમાં થશે. તે યુકે અને આયર્લેન્ડમાં 30 સપ્ટેમ્બરે યુનિવર્સલ પિક્ચર્સ ઇન્ટરનૅશનલ દ્વારા રિલીઝ થશે. આ ફિલ્મ બનાવવા માટે લગભગ 1487.05 કરોડ રૂપિયા ( 200 મિલિયન ડૉલર) ખર્ચવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે તેઓ અત્યાર સુધી 'કેસિનો રૉયલ', 'ક્વોન્ટમ ઑફ સોલેસ', 'સ્કાયફૉલ' અને 'સ્પેક્ટર'માં જોવા મળ્યા છે. હવે ડેનિયલ છેલ્લે 'નો ટાઇમ ટુ ડાઇ'માં જોવા મળશે. જોકે જેની રિલીઝ ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે, પણ દર્શકો આતુરતાથી ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
ઑસ્ટ્રેલિયાના મેલબૉર્નમાં નાગરિકો દ્વારા લૉકડાઉન સામે આકરો વિરોધ; જાણો વિગત
Daniel Craig’s farewell speech after wrapping #NoTimeToDie
End of an era
Join Our WhatsApp Community
